બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / If minister's son is not arrested by tomorrow, I will go on hunger strike: Sidhu's ultimatum in Lakhimpur violence case

રાજકારણ / કાલ સુધીમાં મંત્રીના દીકરાની ધરપકડ નહીં થાય તો ભૂખ હડતાળ પર ઉતરી જઈશ, લખિમપુર હિંસા કેસ મામલે સિદ્ધુનું અલ્ટિમેટમ

ParthB

Last Updated: 03:30 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા ના વિરોધ સામે ગુરુવારે કોંગ્રેસના નેતાઓ લખીમપુર ખીરી જવા રવાના થયા હતા.

  • નવજોત સિંહ સિદ્ધુએ અજય મિશ્રાના પુત્રની ઘરપકડ કરવાની માંગ કરી 
  • કાલ સુધીમાં ધરપકડ નહીં થાય તો ભૂખ હડતાળ પર બેસશે.
  • બુધાવારે ટ્વિટ કરીને યોગી સરકાર સમક્ષ આરોપો લગાવ્યાં હતાં. 

નવજોત સિંહ સિદ્ધુએ અજય મિશ્રાના પુત્રની ઘરપકડ કરવાની માંગ કરી 

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો સાથે થયેલી ધટના વિરોધના પગલે ગુરુવારે કોંગ્રેસના નેતાઓ સાથે લખીમપુર ખીરી જવા કૂચ શરૂ કરી હતી. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે જો કાલ સુધીમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ ભૂખ હડતાળ પર બેસશે.

મોહાલીના એરપોર્ટથી નવજોત સિંહ સિદ્ધુનો કાફલો લખીમપુર ખીરી જવા રવાના

મોહાલીના એરપોર્ટ ચોકથી નવજોત સિંહ સિદ્ધુનો કાફલો ગુરુવારે લખીમપુર ખીરી જવા રવાના થયો છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ ત્યાં હાજર હતા. નવજોત સિંહ સિદ્ધુ સાથે પંજાબના કેબિનેટ મંત્રી અને કેટલાક ધારાસભ્યો પણ આ પ્રદર્શનમાં સામેલ છે. સિદ્ધુએ કહ્યું છે કે ગમે તે થાય, તેઓ પોતાના ફરજના માર્ગ પર વળગી રહેશે. તમને જણાવી દઈએ કે સિદ્ધુએ તાજેતરમાં જ કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જોકે પાર્ટી દ્વારા તેમને હજુ સુધી સ્વીકારવામાં આવ્યા નથી. અગાઉ મંગળવારે સિદ્ધુએ ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની હત્યાના મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની ધરપકડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસનું પંજાબ એકમ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જશે.

બુધાવારે ટ્વિટ કીને યોગી સરકાર સમક્ષ આરોપો લગાવ્યાં હતાં. 

બુધવારે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસ પર હુમલો કરતા સિદ્ધુએ પોલીસ પર બંધારણની ભાવનાનો ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધુએ બુધવારે ટ્વિટ કર્યું હતું, '54 કલાક થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીજીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા.પ્રિયંકા ગાંધીજીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદે અટકાયત મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભાજપ અને ઉત્તર પ્રદેશ પોલીસ, તમે બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યા છો, અમારા મૂળભૂત માનવ અધિકારોને ઠેસ પહોંચાડી રહ્યા છો.

લખીમપુર ખીરી હિંસાનો ઘટનાક્રમ

ગત 2જી ઓક્ટોબરના લખીમપુર ખીરીમાં DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ હતો જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા  બનવીરપુરમાં દંગલ પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતાં. ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લખેનીય છે કે, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ ખેડૂતોમાં રોષ હતો. કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું હતું. લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી હતી. પરંતુ ગૃહ રાજ્યમંત્રીએ વાતને ન માની કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી  40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા હતાં. કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો. ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને વિવાદ શરૂ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ