બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / if fridge door kept open for long time does it cool the room
Arohi
Last Updated: 09:15 AM, 6 June 2023
ADVERTISEMENT
ઉનાળામાં ઘરોમાં AC અને ફ્રિઝનો ખૂબ ઉપયોગ થાય છે. બન્નેના સૈદ્ધાંતિક કામ છે કૂલિંગ કરવાના. ACની વાત કરવામાં આવે તો આ રૂમની ગરમીને ખેંચીને તેને ઠંડો કરે છે. તો બીજી બાજુ ફ્રિઝ અંદર મુકેલા સામનને ઠંડુ કરી તેને ખરાબ થવાથી બચાવે છે.
ADVERTISEMENT
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફ્રિઝને ACનું કામ આપીએ તો શું તે રૂમ ઠંડો કરી શકે? જો આપણે ફ્રિઝનો દરવાજો ખોલીને તેને એક બંધ રૂમમાં મુકી દઈએ તો શું તે રૂમને ઠંડો કરી શકશે? આવો જાણીએ...
કઈ રીતે કામ કરે છે ફ્રિઝ?
કોઈ પણ વસ્તુને ઠંડી કરનાર મશિન કૂલિંદના બદલે ગરમી કે ગરમ હવા આપે છે. જો ફ્રિઝની વાત કરવામાં આવે તો તેનું કંપ્રેસર પણ કૂલિંદ કરવા માટે વાતાવરણમાં ગરમી છોડે છે. ફ્રિઝમાં સેન્સર લાગેલું હોય છે જે અંદર ઠંડી હોવા પર કંપ્રેસરને વધારે છે કે કૂલિંગ એક નિશ્ચિત ટેમ્પ્રેચર સુધી થઈ ગયું છે અને તેને ક્યારે બંધ થવાનું છે.
ફ્રિઝનો દરવાજો ખોલવા પર શું રૂમ થઈ જશે ઠંડો?
જો ફ્રિઝને એક રૂમમાં દરવાજો ખોલીને મુકી દેવામાં આવે તો તેમાં લાગેલા સેન્સર રૂમના તાપમાનને માપવા લાગશે. એવામાં ફ્રિઝને લાગશે કે તેને વધારે કૂલિંગની જરૂર છે. આવું એટલા માટે થાય છે કારણ કે ફ્રિઝ પણ તે રૂમનો ભાગ બની જાય છે.
હવે તે કોમ્પ્રેસરને જણાવશે કે અંદર ગરમી ખૂબ વધી ગઈ છે અને કૂલેન્ટરને વધારે ચાલવાની જરૂર છે. આ ચક્કરમાં કોમ્પ્રેસર વધારે પાવર લેશે અને કૂલેન્ટ અને કંપ્રેસર બન્ને મળીને રૂમમાં પહેલાથી વધારે ગરમી ફેંકશે.
તેનો મતલબ થયો કે ફ્રિઝ જે તાપમાન ઓછુ કરી રહ્યું છે તે ફરી ગરમીના રૂપમાં રૂમમાં પણ આવી રહ્યું છે. આ એવું થશે જેવું તમે કૂવાથી પંપ દ્વારા પાણી ખેચ્યુ અને ફરી તેને બીજા પાઈપથી કુવામાં નાખી દેવું. કૂવાના પાણીનું લેવલ ઓછુ નથી થતુ. આ પ્રકારે ધીરે ધીરે રૂમનું તાપમાન વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.