બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / If a film star or someone else does such advertisements, they will be in trouble, government warns

BIG NEWS / મોટા ફિલ્મ સ્ટાર હોય તો પણ આવા વિજ્ઞાપન તો નહીં જ ચાલે! સરકારે આપી ચેતવણી

Megha

Last Updated: 10:32 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કેન્દ્ર સરકાર કડકાઇના મૂડમાં છે. મ્યુઝિક, સોડા અને પેક્ડ વોટર ના માધ્યમથી દારૂ અને તમાકુ-ગુટખાની વરિયાળી-એલચીની આડમાં જાહેરાતનો પ્રચાર પર કરશે કાર્યવાહી

  • હાલ કેન્દ્ર સરકાર સરોગેટ જાહેરાત સામે કડકાઇના મૂડમાં છે
  • પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું 
  • આવી જાહેરાતોમાં સામેલ દરેક લોકો કાર્યવાહી માટે જવાબદાર 

સરોગેટ જાહેરાતની મદદથી સિગારેટ, પાન મસાલાનો પ્રચાર કરતી કંપનીઓ અને એડ બનવનારાઓ સામે હાલ કેન્દ્ર સરકાર કડકાઇના મૂડમાં છે. મ્યુઝિક, સોડા અને પેક્ડ વોટર ના માધ્યમથી દારૂ અને તમાકુ-ગુટખાની વરિયાળી-એલચીની આડમાં જાહેરાતનો પ્રચાર કરવામાં આવે છે. ઉપભોક્તા મંત્રાલય(Ministry of Consumer Affairs, Food and Public Distribution) એ આવા સરોગેટ્સ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર દારૂની કંપનીઓ, ગુટકા ઉત્પાદકો અને અન્ય કંપનીઓ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.

યુનિયન કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંહે સરોગેટ જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા પર જોર મુક્ત આ અઠવાડિયે એક ડઝન ઉદ્યોગ સંગઠનોને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન્સ એસોસિએશનના સીઈઓ નિશા કપૂરને મોકલવામાં આવેલા સમાન પત્રમાં ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા અને ઉલ્લંઘન કરનારાઓ સાથે કડક વ્યવહાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

ફરિયાદ પછી લેવાયો નિર્ણય 
મત્રાલયને દારૂ અને ગુટખા ઉત્પાદનો સંબંધિત સરોગેટ જાહેરાતો અંગે ઘણી ફરિયાદો મળી હતી એ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક સ્તર પર પ્રસારિત થતાં ખેલ આયોજનમાં સરોગેટ જાહેરાતોના તાજેતરના કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આલ્કોહોલિક પીણાંની સીધી જાહેરાતના ઉદાહરણો પણ છે. મંત્રાલય તરફથી સીધી કાર્યવાહી થતાં પહેલા તેમને ચેતવણી આપવામાં આવી છે. નિયમોનું પાલન ન કરવા પર જાહેરાત આપવવાળી કંપનીઓ અને સેલિબ્રિટી સહિત આવી જાહેરાતોમાં સામેલ કોઈપણ વ્યક્તિ કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

આ સાથે જ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક ટીવી ચેનલને સરોગેટ જાહેરાત પ્રસારિત કરવા અને એડવર્ટાઈઝિંગ કોડનું ઉલ્લંઘન કરવા બદલ બે દિવસમાં સવારે 8 થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે દર કલાકે 10 સેકન્ડની માફી માંગવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

શું હોય છે સરોગેટ જાહેરાત
ઘણી કંપનીઓ સીધી રીતે દારૂ કે ગુટખાનો પ્રચાર કરતી નથી પરંતુ પરોક્ષ રીતે તેનો પ્રચાર કરે છે. ઉદાહરણ તરીકે સંગીત, સોડા અને પેક્ડ વોટરનો ઉપયોગ દારૂની જાહેરાત કરવા માટે થાય છે અને વરિયાળી અને એલચી દ્વારા ગુટખા અને તમાકુનો પ્રચાર કરવામાં આવે છે. આવી જાહેરાતને સરોગેટ જાહેરાત કહેવાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ