બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Husband brutally murdered his wife and little daughter in Dokmardi area of Dadra Nagar Haveli

દાદરા નગર હવેલી / જમવાનું બનાવવાની ના પાડતા પતિ બન્યો હેવાન, પત્ની-પુત્રી બંનેને પતાવી દીધા, દીકરીના મૃતદેહના ટુકડા કર્યા

Kishor

Last Updated: 11:10 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં પતિએ પત્ની અને નાની પુત્રીની કરપીણ હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારની  ઘટના
પતિએ પત્ની અને નાની પુત્રીની કરી કરપીણ હત્યા
જમવાનું બનાવવા બાબતે પરિવારમાં થયો હતો ઝગડો


સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં જમવાનું બનાવવાના સામાન્ય ઝઘડામાં પતિએ પરિવારમાં લોહિયાળ ખેલ ખેલી પરિવારને હતો નહોતો કરી નાખ્યો હતો. જેને કારણે સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ખાસ વાત તો એ છે કે અપરાધ કર્યા બાદ પતિએ સામે ચાલીને જ પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે તપાસ કરતા જે હકીકત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. 

Husband brutally murdered his wife and little daughter in Dokmardi area of Dadra Nagar Haveli

પત્નીએ જમવાનું બનાવવાની ના પાડતા પતિ બન્યો હેવાન
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં આવેલી ખાડી ફળિયામાં મહેતા પરિવારના આ મકાનમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. ખુદ પરિવારના મોભી યોગેશ મહેતાએ ફોન કરી જણાવ્યું કે તેની પત્નીનું મોત થયું છે. સામે ચાલીને પતિએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘર પર પહોંચી હતી તપાસ કરતા પત્નીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે પતિ યોગેશ મહેતાની આગવી ઢબે પૂછપરછ કરતા જે હકીકત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે પોતાની પત્નીનું મોત થયું છે તેવું પોલીસને સામે ચાલીને જણાવનાર પતિ યોગેશ મહેતાએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ મામલે પોલીસે મૃતક ની પુત્રી ની પૂછપરછ કરતા બહાર આવ્યું કે રોજબરોજ થતા ઘરેલુ ઝઘડાઓને કારણે જ તેના પિતા યોગેશ મહેતાએ પત્નીની બોથડ પદાર્થ મારી અને હત્યા નીપજાવી હતી.

Husband brutally murdered his wife and little daughter in Dokmardi area of Dadra Nagar Haveli

બોથડ પદાર્થ મારી પત્નીની કરી હત્યા

યોગેશના ઘરે તપાસ કરી રહેલ સેલવાસ પોલીસ જયારે રૅશમા મહેતાની હત્યા કોકડું ઉકેલી નાખ્યું હતું.ત્યારે જ યોગેશની નાની પુત્રી પણ ગુમશુદાની  કેફિયત યોગેસે રજુ કરી હતી .જોકે સેલવાસ  પોલીસે એ દીશામાં તપાસ  કરતા થથરાવવી મૂકે તેવી હકીકત બહાર આવી હતી. આરોપી યોગેશ મહેતાની આગવી ઢબે પૂછપરછ કરતા બહાર આવ્યું કે તેની ગુમ થયેલી નાની પુત્રીની પણ તેણે હત્યા નિપજાવી હતી. હત્યા બાદ પુત્રીના મૃતદેહના અનેક ટુકડા કર્યા હતા. ત્યારબાદ આ રાક્ષસી કૃત્ય આચરનાર નરાધમ પિતા એ જ પુત્રીના મૃતદેહના ટુકડા કરી તેને સગેવગે કરવા દાદરાની નહેરમાં ફેંકી દીધા હતા. તપાસ કરતા પોલીસને નહેરમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યોગેશે જ  પોતાની પત્ની અને સગીર દીકરીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

બચાવવા પડેલી નાની પુત્રીને પણ રહેસી નાખી 
પત્ની અને પુત્રીની હત્યાનું કારણ કોઈ ગંભીર નહીં હતું. પરંતુ પરિવારમાં રોજબરોજ અવારનવાર પારિવારિક ઝઘડા થતા હતા. બનાવના દિવસે જમવાનું બનાવવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ જમવાનું બનાવવાની ના પાડતા પતિ હેવાન બન્યો. અને પત્ની અને પુત્રીની હત્યા કરી નાખી હતી.આથી ઘરેલુ ઝઘડામાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરતા વચ્ચે બચાવવા પડેલી નાની પુત્રીની પણ બેરહેમી પૂર્વક હત્યા નિપજાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ