hrithik roshan was seen with girlfriend saba in karan johar's party
ઈલું ઈલું /
VIDEO: 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથેનો પ્રેમ ઋત્વિક રોશને કર્યો જગજાહેર, પાર્ટીમાં એક સાથે પહોંચ્યા
Team VTV05:54 PM, 26 May 22
| Updated: 06:00 PM, 26 May 22
કરન જોહરની પાર્ટીમાં રિતિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા સાથે જોવા મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો
કરન જોહરની પાર્ટીમાં જોવા મળ્યા રિતિક - સબા
રિતિકે સબાને જણાવી પોતાની ગર્લફ્રેન્ડ
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
કરન જોહરની પાર્ટીમાં જોવા મળ્યા રિતિક - સબા
25 મેનાં રોજ કરન જોહરનાં 50th બર્થ ડે બેશમાં ફિલ્મી સ્ટાર્સનો તો જાણે મેલો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં બોલિવુડની ઘણી જોડીઓ મહેમાન બનીને પહોંચી હતી, જેની કેમેસ્ટ્રી રેડ કાર્પેટ પર ચમકવા લાગી હતી.
કેટરીના કૈફ પણ આ પાર્ટીમાં વિક્કી કૌશલ સાથે પહોંચી હતી. વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કેટરીના કોઈ એન્જલ કરતા ઓછી નહોતી લાગી રહી.
રિતિક રોશન અને સબા આઝાદ બોલિવુડનાં નવા હોટ એન્ડ હેપનિંગ કપલ છે. બંનેના પ્રેમની ચર્ચાઓ ચારે તરફ થતી રહે છે. આવામાં બંને પોતાના પ્રેમનાં રંગમાં આખા મુંબઈ શહેરને રંગી રહ્યા છે. રિતિક અને સબાને અત્યંત રોમાંટિક અંદાજમાં કારણ જોહરની પાર્ટીમાં જોવામાં આવ્યા હતા.
બ્લેક આઉટફીટમાં ટ્વીનિંગ કરતા રિતિક અને સબાએ આલિશાન એંટ્રી લીધી. અહી બંને ખુશી ખુશી એકબીજાના હાથમાં હાથ નાંખીને ચાલતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, બંનેએ પહેલી વાર પેપરાઝી સામે પોઝ પણ આપ્યા.
બંને પોઝ આપતા સામયે એકબીજાને નિહાળતા જોવા મળ્યા હતા. રિતિક રોશન અને સબા આઝાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
કપલનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સબા અને રિતિક સાથે પાર્ટીનાં રેડ કાર્પેટ પર વોક કરતા જોવા મળી રહ્યા છે. બંનેને એન્ટ્રેન્સ પર તુષાર કપૂર, અયાન મુખર્જી અને અન્ય સેલેબ્સ પણ મળે છે. રિતિક સૌની ઓળખાણ ગર્લફ્રેન્ડ સબા સાથે કરાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, કારણ જોહરની પાર્ટીમાં રિતિકે સબાને પોતાની ગર્લફ્રેન્ડ કહી સૌ સાથે ઓળખાણ કરાવી. કરન જોહરની પાર્ટી ગ્લેમર સાથે ઘણા સંબંધો પર પણ ઓફિશિયલ મોહર લગાવી ગઈ છે.
આ વીડિયોને જોઈ રિતિક અને સબાના ફેન્સ પણ ઘણા ખુશ થઇ ગયા છે. એક ફેન લખે છે કે રિતિક જેન્ટલમેન છે. તે સબાની સૌ સાથે ઓળખાણ કરાવી રહ્યો છે અને પાર્ટીમાં તેને પણ સૌની જેમ ઈમ્પોર્ટન્સ આપી રહ્યો છે. એક અન્ય ફેન લખે છે કે બંને સાથે કેટલા સારા દેખાઈ રહ્યા છે.