બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to use salt on your face for lightening your complexion and glowing skin

ઘરેલૂ ટિપ્સ / રસોડાની આ સામાન્ય વસ્તુ ચહેરાના હઠીલા ડાઘ 1 જ દિવસમાં કરી દેશે ગાયબ, કરો ટ્રાય

Bhushita

Last Updated: 02:13 PM, 9 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં અનેક એવી ચીજો છે જે ચહેરા પર પ્રાકૃતિક નિખાર લાવવાનો દાવો કરે છે. પરંતુ દરેક ત્વચાના પ્રકારના કારણે તેની અસર અલગ થતી જોવા મળે છે. જો તમે ચહેરા પરના ડાઘને હટાવવા ઈચ્છો છો તો તમે રસોઈના મીઠાનો ઉપયોગ કરી શકો છો. મીઠું કુદરતી ડિટોક્સીફાયરના રૂપમાં કામ કરે છે. તે ત્વચાની ગંદગી સાફ કરવાની સાથે 10 મિનિટમાં સ્કીનને નિખાર આપે છે. જો તમે આ ખાસ રીતે મીઠાનો પ્રયોગ દિવસમાં 1 વાર કરો છો તો સ્કીનના હઠીલા ડાઘ પણ ગાયબ થઈ જાય છે.

  • રસોઈનું મીઠું કરશે ચહેરાના ડાઘ સાફ
  • મીઠાની સાથે મધનો પ્રયોગ આપશે સારું રીઝલ્ટ
  • સુંદરતા માટે લાભદાયી છે સસ્તું મીઠું

આ રીતે કરો મીઠા અને મધનો પ્રયોગ

1 ચમચી મીઠું
1 ચમચી મધ

આ રીતે કરો પ્રયોગ

મીઠું અને મધ બંનેને મિક્સ કરી લો અને સાથે ચહેરા પર તેને સારી રીચે લગાવી લો. આંખોની આસપાસ લગાવવાથી બચો. 10થી 15 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તમારી સ્કીનના પોર્સ ખૂલી જશે અને ગંદગી સાફ થઈ જશે. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરવાનો રહેશે. 

ન્હાવાથી પણ સ્કીન થશે સાફ

ફક્ત ચહેરો નહીં, મીઠાને તમે ન્હાવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. જે રીતે આ પ્રયોગ ચહેરાની ગંદગી સાફ કરે છે તે જ રીતે તે શરીરના અન્ય અંગોને પણ સાફ કરે છે. પરસેવાની સ્મેલ દૂર કરે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તમે ન્હાવા માટે પ્રયોગ કરવા ઈચ્છો છો તો સૌ પહેલાં થોડા પાણીમાં પા કપ મીઠું લો અને અડધો કપ જૈતૂનનું તેલ કે નારિયેળનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનને બોડી પર લગાવો અને ગોળાકાર ગતિમાં માલિશ કરો. પછી સારી રીતે ન્હાઓ અને તેનો લાભ લો. 

માનવામાં આવી રહ્યું છે કે મીઠું તમારી ત્વચાને હાઈડ્રેટ કરે છે. તે ચહેરાથી વધારાનું તેલ શોષી લે છે. આ એ લોકો માટે લાભદાયી છે જેમની સ્કીન ઓઈલી હોય છે. જેમના ચહેરા પર દાણા દેખાય છે. રોજિંદા પ્રયોગથી તેનો ફાયદો ઝડપથી જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Home Remedies Honey Use daily salt ઉપાય ગ્લોઈંગ સ્કીન ડાઘ બ્યૂટી મધ મીઠું beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ