તમારી કારનું માઇલેજ ખૂબ જ મહત્વ છે. સારા માઇલેજ વાળી કાર હોવાથી તમારા પૈસા અને ફ્યૂલ બંનેની બચત થાય છે. જો કે સામાન્ય રીતે આપણે કેટલીક બેદરકારી કરીએ છીએ, જેનાથી કારની માઇલેજ ઓછી થઇ જાય છે. અહીંયા અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમે તમારી કારની માઇલેજ વધારી શકો છો.
જ્યારે જ્યારે તમે કારને એક્સેલરેટ કરો છો અથવા બ્રેક લગાવો છો, તમારી કારના પેટ્રોલનો વપરાશ થાય છે. જેટલી જોરથી તમે એક્સેલરેટ કરો છો અને મોટર પર દબાણ પડે છે, એટલું વધારે ફ્યૂલનો વપરાશ થાય છે. આ કારણથી બ્રેક અને એક્સેલરેટરનો ઉપયોગ કારણ વગર કરશો નહીં.
ફ્યૂલનો ખર્ચ ઓછો કરવામાં કારની સ્પીડનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કાર જેટલી ફાસ્ટ ચલાવશો, એન્જીન પર એટલો વધારે લોડ પડશે. સાચી સ્પીડ રાખીને તમે 33 ટકા સુધી પેટ્રોલ બચાવી શકો છો.
કારના ટાયરમાં પૂરતી હવા ભરેલી હોવી જોઇએ. .જો તમારા ગાડીના ટાયરમાં બરોબર હવા છે, તો તમે આશરે 3 ટકા સુધી ફ્યૂલ બચાવી શકો છો. આ મામસે બેદરકારી રાખવી જોઇએ નહીં.
કારના એન્જીનના એર ફિલ્ટરને ચેક કરાવતા રહો. ગંદુ ફિલ્ટર તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. એનાથી એન્જીનની કાર્યક્ષમતા પ્રભાવિત થશે અને ફ્યૂલ ખર્ચ વધશે. આસપાસની ગંદકી, હવા, પ્રદૂષણ, ધૂળ, માટીના કણમાં એમાં સમાવેલા રહે છે. એટલા માટે એને સમયસર સાફ કરાવતા રહો.
ક્રૂઝ કંટ્રોલનો સાચો ઉપયોગ પણ ફ્યૂલ ખર્ચને ઓછો કરે છે અને એક બરાબર સ્પીડ યથાવત રહે છે.
તમારી કાર જેટલી ભારે હશે, એની માઇલેજ પર એટલી જ ખરાબ અસર પડશે.
શક્ય હોય ત્યાં ગાડીને ટોપ ગિયરમાં ચલાવવાનો પ્રયત્ન કરો. ગાડી જ્યાં ત્રીજા ગિયર પર ચાલી શકે છે ત્યાં બીજા ગિયર પર ચલાવશો નહીં. ડાઉન ગિયર્સ ફ્યૂલનો વધારે વપરાશ કરે છે.