બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / how to get lpg gas subsidy latest news today in pradhan mantri ujjwala yojana indane lpg gas cylinder price bharat petroleum hp
Bhushita
Last Updated: 09:46 AM, 25 April 2021
ADVERTISEMENT
રસોઈ ગેસ પર સરકારની તરફથી ઓછી આવક વાળા પરિવારોને માટે સબ્સિડી આપવાનું પ્રાવધાન છે. ખાસ કરીને ઉજ્જવલા યોજનાના આધારે દેશમાં કરોડો લોકો સબ્સિડી મેળવી રહ્યા છે. પીએમ મોદી દ્વારા Give It Up ની શરૂઆતની અપીલ પર લાખો લોકોએ સબ્સિડી છોડી હતી. તેમાં અનેક લોકો સામેલ હતા જેઓએ ભૂલથી સબ્સિડીને સરેન્ડર કરી દીધી હતી. જો તમે પણ એ લોકોમાંથી છો તો તમે ફરીથી સબ્સિડી મેળવવા ઈચ્છો છો તો તેને માટે ફરીથી એપ્લાય કરી શકો છો.
ADVERTISEMENT
સબ્સિડી મેળવવા આ છે સરકારનો પ્લાન
કેન્દ્ર સરકારે LPG ગ્રાહકોને માટે ગેસ સબ્સિડીનો સીધો લાભ આપવા માટે તેમના ગેસ કનેક્શનને બેંક ખાતા અને આધાર કાર્ડથી લિંક કરાવવાનું અનિવાર્ય કર્યું છે. આ પછી નબળા આવક વર્ગના લોકોને છોડીને અન્ય સમર્થ લોકોને સબ્સિડી છોડવાની અપીલ કરાઈ હતી. ગિવ ઈટ અપ પહેલના આધારે વિના સબ્સિડી વાળા એલપીજી સિલિન્ડર આરામથી ખરીદી શકનારા લોકોએ સબ્સિડી સરેન્ડર કરી હતી.
એલપીજી કંપનીઓ ફરીથી આપી રહી છે સબ્સિડીની સુવિધા
એલપીજી કંપનીઓ ફરીથી સબ્સિડીની સુવિધા આપી રહી છે. તેનાથી એ પરિવારને ફાયદો થશે જેઓએ ભૂલથી એલપીી સબ્સિડી છોડી દીધી હતી. જો તમે એલપીજી સબ્સિડી છોડીને પસ્તાઈ રહ્યા છો તો તેને ફરી શરૂ કરી શકો છો. અનેક એવા પરિવાર પણ છે જેની આવક પહેલાથી વધારે હતી અને કોરોના મહામારીમાં તેમની આવક ઘટી છે. એવામાં તેમને ફરીથી સબ્સિડીની જરૂરિયાત છે.
શું છે સબ્સિડી ફરી શરૂ કરવાની પ્રોસેસ
ફરીથી LPG Subsidy શરૂ કરવા માટે ગ્રાહકોએ પોતાની ગેસ એજન્સી સાથે સંપર્ક કરવાનો રહે છે. અહીં જઈને આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ગેસ કનેક્શનના કાગળની સાથે એક એપ્લીકેશન આપવાની રહેશે. આ સાતે તમે ઈન્કમ પ્રૂફ એટલે કે આવકના પ્રમાણપત્રી કોપી પણ જમા કરાવવાની રહે છે. એક રિપોર્ટ અનુસાર ગેસ સબ્સિડી મેળવવાને માટે વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ગેસ એજન્સીની તરફથી ગ્રાહકોની પાસે આ માટે એક ફોર્મ ભરાવવામાં આવે છે. આ પછી ગેસ એજન્સી દ્વારા તેની તપાસ કરાય છે અને એક અઠવાડિયાની અંદર સબ્સિડી આપવામાં આવે છે. આ વિશેની વધુ જાણકારી તમે તમારી ગેસ એજન્સી કે નજીકના ગેસ ડિલરશીપની મદદથી મેળવી શકો છો. અહીં તમને ફરીથી સબ્સિડી મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટ્સને વિશે પણ માહિતિ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.