ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-change-whatsapp-gujarati-language-gujarati

NULL / ગુજરાતીમાં WhatsApp યૂઝ કરવા માટે આ રીતે ચેન્જ કરો સેટિંગ્સ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsApp વિશ્વની સૌથી પૉપ્યુલર મેસેજિંગ એપ છે. કરોડની સંખ્યમાં ભારતીયો પણ WhatsApp યૂઝ કરે છે. જોકે ઘણા યૂઝર WhatsApp પોતાની ભાષામાં ઉપયોગ કરવાનું પસંદ કરે છે. શું તમે પણ WhatsAppને ગુજરાતી કે હિન્દીમાં ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવો છો? જો તમારો જવાબ હા હોય તો અમે આજે તમને એવા સેટિંગ્સ વિશે જણાવીશું જેનાથી તમે પણ WhatsApp પોતાની ભાષામાં ઉયપોગ કરી શકો છો.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં WhatsAppની ભાષા આવી રીતે બદલો:
WhatsApp ઑપન કરો. સ્ક્રીનની જમણી તરફ 3 ડૉટ્સ દેખાશે તેના પર ક્લિક કરો.  Settings પેજ પર તમને Chatsનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. Chats પર તમને સૌથી ઉપર App Language દેખાશે. તેના પર ક્લિક કરો. App Language પર ક્લિક કરતાં જ એક પોપ-અપ વિન્ડો ખુલશે. અહીં તમને ગુજરાતી હિન્દી સહિતની ઘણી ભાષા દેખાશે. અહીંથી તમે પોતાની પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકશો. જો તમારે ફરીથી ભાષા ચેન્જ કરવી હોય તો આ જ સ્ટેપ્સ ફરીથી ફોલો કરો.

જોકે ઉપર રજૂ કરેલ સેટિંગ્સ માત્ર ભારત (કન્ટ્રી કોડ +91) અને બાંગ્લાદેશ (કન્ટ્રી કોડ +880)ના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે છે.

આઇફોનમાં WhatsAppની ભાષા બદલવા માટે:
ફોન સેટિંગ્સમાં જાઓ > General પર ક્લિક કરો > અહીં Language & Region પર ક્લિક કરો > iPhone Languageને ક્લિક કરો > જે ભાષા સિલેક્ટ કરવી છે તેને સિલેક્ટ કરો.

જ્યારે ભારત અને બાંગ્લાદેશ સિવાયના એન્ડ્રોઇડ યૂઝર્સે સૌથી પહેલા સેટિંગ્સમાં જવાનું રહેશે > પછી Languages & input પર ક્લિક કરો > અહીં Languages પર ક્લિક કરો > જે ભાષા સિલેક્ટ કરવાની છે તેના પર ક્લિક કરી હોલ્ડ રાખીને ટોપ પર લઇ જાઓ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ