બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:49 AM, 28 July 2021
ADVERTISEMENT
અમે અહીં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડની વાત કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્મોલ સેવિંગ સ્કીમ છે. જેમાં રોકાણકારોને કોઈ જોખમ રહેતું નથી.
વ્યાજદરમાં સરકારે કર્યો બદલાવ
ADVERTISEMENT
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) એક ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આ એક લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. વર્તમાન સમયમાં પીપીએફ એકાઉન્ટ પર 7.1 ટકાનો વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. કોઇ પણ પીપીએફ એકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થાય છે. પરંતુ તેને પાંચ-પાંચ વર્ષ કરીને વધારી શકાય છે. એવામાં લાંબી અવધિ માટે પીપીએફ એકાઉન્ટ સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. જો કોઇ લાંબા સમય સુધી તેમાં રોકાણ કરે છે તો તે તેની માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે.
આ રીતે ભેગું થશે 1 કરોડનું ફંડ
જો તમે એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છે, જે લાંબા સમય માટે દર મહિનેલગભગ 12,500 રૂપિયા છે. જો તમે સતત 15 વર્ષ સુધી 12,500 સુધી રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટીના સમયે 40,68,209 રૂપિયા મળશે. જેમાં તમારું રોકાણ 22.5 લાખ રૂપિયા હશે અને વ્યાજ 18,18,209 રૂપિયા હશે.
25 વર્ષમાં બની જશો કરોડપતિ
જો તમે આ યોજનામાં આવતા દસ વર્ષ માટે રોકાણ કરો છો તો 25 વર્ષમાં તમે પીપીએફ દ્વારા કરોડપતિ બની શકો છો. પીપીએફના નિયમો અનુસાર, 15 વર્ષ પછી 5-5 વર્ષ કરીને તમારું રોકાણ વધારી શકાય છે. આવી સ્થિતિમાં જો તમે 15 વર્ષ પછી પણ 12,500નું રોકાણ કરવાનું ચાલુ રાખશો તો 20 વર્ષમાં પીપીએફ તમને 66,58,288 લાખ રૂપિયા મળશે. અને આવતા પાંચ વર્ષમાં આ આંકડો સતત 25 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરીને રોકાણકાર 1,03,08,015 મેળવશે. એટલે કે, જો તમે દરરોજ 416 રૂપિયાની બચત કરો છો તો પીપીએફ દ્વારા તમે 25 વર્ષમાં કરોડપતિ બનશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.