How the young man of Rajkot died tragically by falling into a pit: Watch the CCTV, see the video and speak up!
બેદરકારી /
કેવી રીતે રાજકોટના યુવકનું ખાડામાં પડતા નિપજ્યું કરૂણ મોત: જુઓ CCTV, VIDEO જોતા બોલી ઉઠશો બાપ રે!
Team VTV03:32 PM, 28 Jan 23
| Updated: 03:37 PM, 28 Jan 23
રાજકોટની ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો.
રાજકોટમાં ખાડામાં બાઈક પડતા યુવકના મૃત્યુની ઘટના CCTV આવ્યા સામે
150 ફૂટ રીંગ રોડ પર થયો હતો અકસ્માત
ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો નોંધ્યો ગુનો
IPCની કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ
રસ્તા પર ખાડા મામલે જવાબદારોની થશે તપાસ
રાજકોટમાં ગઇકાલે ખાડામાં પડી જતાં બાઈકસવારનું મોત થયા બાદ હવે મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ સાથે હવે આ ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ગઇકાલે સવારે રાજકોટના રૈયા રોડ પર એક ખુલ્લા ખાડામાં એક બાઇકસવાર યુવક પટકાયા બાદ તેનું મોત થયું હતું.
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે સવારે બનેલી અકસ્માતની ઘટના બાદ મોટું અપડેટ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ખાડામાં પડી જનાર યુવકના મોતને મામલે ગાંધીગ્રામ પોલીસે દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધ્યો છે. આ સાથે પોલીસે મૃતકનાં પિતાને ફરિયાદી બનાવી તપાસ શરૂ કરી છે.
યુવક સીધો ખાડામાં પટકાયો
પોલીસ તપાસ શરૂ
મહત્વનું છે કે, રાજકોટની ઘટનામાં ગઈકાલે રાત્રે મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સાથે ખાડો કોણે ખોદ્યો, સુપરવિઝન કોનું , કોની જવાબદારી મામલે તપાસ શરૂ છે. જોકે હાલતો મનપાની બેદરકારીને કારણે એક યુવકના મોત બાદ પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી હતી. ગઇકાલે સવારના સમયે ઠક્કર પરિવારનો એકનો એક દીકરો હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર મનપાના ખુલ્લા કોઈપણ બેરીકેટ નગરના ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરનો સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
યુવક ખાડામાં પડતા લોકોએ બહાર કાઢ્યો
એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ
આજે સવારે બનેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવતા હવે મનપાની બેદરકારી સામે પણ સવાલો ઊભા થાય છે. જો કદાચ આ ખાડા પાસે કોઈ બેરીકેટ હોત તો કદાચ આ યુવકનો જીવ ન ગયો હોત.
શું કહ્યું મૃતકના પિતાએ ?
સમગ્ર મામલે મૃતકના પિતાએ કહ્યું હતું કે, આજે સવારે જ્યારે મારો દીકરો જોબ પર જવા નીકળ્યો ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી હતી. જે બાદમાં હર્ષે મને ફોન કરીને કહ્યું હતું કે, મે ટ્યુબ નખાવી દીધી છે. જોકે ટ્યુબ નખાવ્યા બાદ પણ 15 મિનિટ સુધી ફોન ના આવતા મે ફોન કર્યો તો રિસીવ નહોતો કર્યો. જે બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ને કહ્યું કે, તમારા દીકરાનો અકસ્માત થયો છે. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે 108 ત્યાં હતી પણ ડૉક્ટરોએ કહ્યું કે, જીવ નથી. જે બાદમાં મને પણ છાતીમાં દુખાવો થતાં હું પણ સિવિલમાં સારવાર માટે આવ્યો છું.