બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / How did two trains collide in Andhra Pradesh Did human error cause the disaster

Update / આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ કેવી રીતે? શું માનવીય ભૂલ બની દુર્ઘટનાનું કારણ? PM મોદીએ રેલવે મંત્રીને ઘુમાવ્યો ફોન "

Kishor

Last Updated: 12:32 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાનો મામલે રેલવે અધિકારીઓએ આ ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરતા  હવે આ દિશામાં કાર્યવાહીનો દોર લંબાવામાં આવશે..

  • આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાનો મામલો
  • 10 લોકોના મોત અને 25 થી વધુ લોકોને ઇજાથી હાહાકાર
  • આ ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવતા અરેરાટી મચી છે. જેમાં બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર બાદ મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. જેમાં 10 લોકો કાળનો કોળિયો બની ગયા છે જ્યારે 25 ઘાયલ થતા રોકકળ મચી છે. કોઠાવલાસા બ્લોકમાં કંટકપલ્લીની વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નં. 08532) સાથે અથડાયા બાદ વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના ડબ્બા પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે પેસેન્જર ટ્રેન ઊભી હતી ત્યારે પાછળથી બીજી પેસેન્જર ટ્રેને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.

Image

મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય
મહત્વનું છે કે આ મોટી દુર્ઘટનાને લઈને PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.

Image

આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર સૌરભ પ્રસાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા.વધુમાં રેલવે અધિકારીઓએ આ ઘટના પાછળ માનવીય ભૂલ હોવાની શક્યતા વ્યક્ત કરતા  હવે આ દિશામાં કાર્યવાહીનો દોર લંબાવામાં આવશે.. એવી શક્યતા છે કે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને સિગ્નલની અવગણના કરી હતી, પરિણામે આ મોટી દુર્ઘટના બની છે. હાલ આ મામલે કોઇ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

Image
સમગ્ર કેસની વાત કરીએ તો....
સમગ્ર કેસની વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર બાદ ટ્રેનના ડબ્બા પાટા નીચે ઉતરી જતા અનેક મુસાફરો દબાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું.આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 મુસાફરોને કાળ આંબી ગયો હોવાનું જાણવા મળી  રહ્યું છે. જ્યારે ઘાયલ થયેલા લોકોનો આંકડો વધી શકે છે. 

દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ રેસ્ક્યુ ટીમ મારતે ઘોડે સ્થળ પર જવા રવાના થઇ છે. જ્યા અટવાયેલ લોકોને મોતના મુખમાંથી ઉગારવાની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ બચાવ કામગીરી ઝડપી બનાવવા અને  શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવાનો નિર્દેશ આપ્યો છે.વાસ્તવમાં વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે ઊભી હોવાનું જણાય રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ