બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / HIV virus like monkeypox zoonotic, India needs to be careful - experts warn

આફતના એંધાણ / મંકીપોક્સ ઝુનોટિક જેવો HIV વાયરસ, ભારતે સાવધ રહેવાની જરુર- નિષ્ણાંતોની મોટી ચેતવણી

Hiralal

Last Updated: 03:44 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલા મંકીપોક્સ વાયરસને લઈને ભારતીય નિષ્ણાંતોની ચેતવણી આવી છે.

  • વિશ્વમાં ફેલાઈ રહેલા મંકિપોક્સ વાયરસ પર નિષ્ણાંતોની ચેતવણી
  • ડોક્ટર ઈશ્વર ગિલાડાનો દાવો
  • મંકીપોક્સ ઝુનોટિક એચઆઈવી જેવો વાયરસ
  • ભારતે સાવધ રહેવાની જરુર

વિશ્વના 11 દેશોમાં મંકીપોક્સ વાયરસના 80થી વધારે કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે ત્યારે ભારતે પણ હવે સાવધ થઈ જવાની જરુર છે. 1985ની સાલમાં ભારતમાં પહેલી વાર એઈડ્સ પર એલર્ટ આપનાર ડોક્ટર ઈશ્વર ગિલાડાનો દાવો છે કે મંકીપોક્સ ઝુનોટિક જેવો HIV વાયરસ છે. તેમણે કહ્યું કે મંકિપોક્સ પ્રાણીઓમાં ફેલાય છે પરંતુ માણસોમાં પણ તે ચેપ લગાડે છે. છેલ્લા 40 વર્ષમાં તમામ ચેપ વાયરલ છે. આપણી પાસે કોઈ નક્કર એન્ટી વાયરલ નથી. તેમણે એવું પણ કહ્યું કે વાયરસ તેના રુપ બદલતા રહે છે તેથી ભારતે સાવધ થઈ જવાની જરુર છે. 

ચિંતા કરવાની જરુર નથી પરંતુ અભ્યાસની જરુર 

ડોક્ટરે જણાવ્યું કે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે મંકીપોક્સ એક દિવસ મહામારી બની જશે. ખાસ કરીને કોરોના જે એક નાના શહેરમાંથી શરુ થઈને આખી દુનિયામાં ફેલાયો હતો. પરંતુ ચિંતા કરવાની જરુર નથી પરંતુ અભ્યાસની જરુર છે. 

11 દેશોમાં મંકિપોક્સના 80 કેસ 
વિશ્વ આરોગ્ય સંગઠને એવું જણાવ્યું છે કે વિશ્વમાં મંકિપોક્સના કેસમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં 11 દેશોમાં મંકિપોક્સના 80 દેશો હોવાની પુષ્ટિ વિશ્વ આરોગ્ય સંગઠને કરી છે. 

લોકોએ મુસાફરી શરુ કરી હોવાથી સાવધ રહેવું પડશે 

મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલના મેડિસિન હેડ ડો.બહેરામ પારડીવાલાએ જણાવ્યું કે અત્યાર સુધી આપણે દેશમાં આનો કોઈ કેસ જોયો નથી. પારડીવાલાએ જણાવ્યું હતું કે, "જો કે, લોકોએ મુસાફરી શરૂ કરી દીધી હોવાથી દેશે સતર્ક રહેવું પડશે. સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન માનવસંપર્ક દ્વારા ફેલાય છે અને જો કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં રહે તો તેને પણ ઇન્ફેક્શન થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે તે ઉંદરોમાં જન્મે છે અને ફેલાય છે. એવું પણ માનવામાં આવે છે કે સમલૈંગિકોમાં આ ચેપ વધુ સામાન્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો લોકો મુસાફરી દરમિયાન સાવચેતી રાખે છે, તો ભારતમાં ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ શકે છે. ડો.પારડીવાલાએ જણાવ્યું હતું કે, "ચામડી પર ફોલ્લીઓવાળા લોકોને દૂર રહેવું જોઈએ. મંકીપોક્સ એક ચેપ જે છુપાવી શકાતો નથી. તે આખી ત્વચા પર ખીલ (જે પીળા પ્રવાહીથી ભરેલા હોય છે) ધરાવે છે. 

મંકીપોક્સ શું છે?

તે એક દુર્લભ અને સામાન્ય રીતે હળવો ચેપ છે જે સામાન્ય રીતે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓથી થાય છે. એનએચએસની વેબસાઇટ અનુસાર. આ રોગ શીતળા સાથે સંબંધિત છે. જેમાં વારંવાર ચહેરા પર ફોલ્લીઓ બહાર આવે છે. તે સૌપ્રથમ 1970ના દાયકામાં રિપબ્લિક ઓફ કોંગોમાં નોંધાયું હતું. છેલ્લા એક દાયકામાં પશ્ચિમ આફ્રિકામાં કેસોની સંખ્યામાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ