બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Harsh Sanghvi's warning regarding the group clash in Panigate

લાલઘુમ / કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે: હર્ષ સંઘવીએ વડોદરામાં જૂથ અથડામણ કરનારાઓને આપી ચેતવણી

Malay

Last Updated: 12:16 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં પાણી ગેટ પોલીસ સ્ટેશનની નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાણીગેટમાં થયેલી જૂથ અથડામણ અંગે નિવેદન આપ્યું હતું. સાથે જ આ મામલાને તેઓએ ગંભીર ગણાવ્યો હતો.

 

  • વડોદરામાં પાણી ગેટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
  • પાણીગેટમાં જૂથ અથડામણ મામલે હર્ષ સંઘવીની ચેતવણી
  • આ એક ગંભીર મામલો, જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે: સંઘવી 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનની નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાયદો હાથમાં લેનારાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે પાણીગેટ વિસ્તારમાં થયેલી જૂથ અથડામણને ગંભીર મામલો ગણાવી જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે, તે લોકો ફાયદામાં રહેશે.

કડકાઈથી કાર્યવાહી થઈ રહી છેઃ હર્ષ સંઘવી
ભાજપ પર અથડામણ કરાવ્યાના કોંગ્રેસના આક્ષેપો પર હર્ષ સંઘવીએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ઉજવવોએ એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. પોલીસ ઉપર પેટ્રોલ બોમ્બ ફેકવો એ આપણી પરંપરા છે. તમામ વિષયને રાજકીય વિષય ન બનાવવા જોઈએ. પોલીસ આ વિષયમાં એકદમ નિષ્પક્ષતાથી કામ કરે છે. ગૃહ મંત્રી તરીકે કહું છું કે કડકાઈથી કાર્યવાહી થઈ રહી છે. 

કોંગ્રેસને ગુજરાતની જનતા ખૂબ મોટો પરાજય આપશેઃ સંઘવી
આગામી ચૂંટણી અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી 2022ની ચૂંટણી લડવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે કોંગ્રેસને ગુજરાતની જનતા ખૂબ મોટો પરાજય આપશે. આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. 

દિવાળીના દિવસે સામ સામે આવી ગયા હતા બે જૂથો
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે જ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાર બાદ પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી. બંને સમુદાયના લોકોએ નજીવા વિવાદને લઇ વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સાથે પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને 19 લોકોની અટકાયત કરી હતી. પોલીસે  CCTV ફૂટેજના આધારે બંને જૂથના 19 લોકોની અટકાયત કરી હતી. 

અગાઉ પણ શ્રીજીની સવારી દરમ્યાન થયો હતો પથ્થરમારો
અગાઉ પણ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમ્યાન જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી હતી. શ્રીજીની સવારી દરમ્યાન મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ