હાર્દિક-રાહુલ વિવાદ: હવે વાયરલ થઇ રહ્યું છે રણવીર સિંહનું આ જુનું ઇન્ટરવ્યું 

By : vishal 11:26 AM, 12 January 2019 | Updated : 11:26 AM, 12 January 2019
ટીમ ઇન્ડિયાના બેટ્સમેન લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને હાલમાં ચાલી રહેલા વિવાદને પગલે ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કરણ જૌહરના શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા. જે દરમિયાન હાર્દિક પંડ્યાના કેટલાક નિવેદનો પર સવાલ ઊભો થયો છે. 

 
બંને ક્રિકેટરોને તપાસ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વચ્ચે કોફી વિથ કરણનો એક જુનો વીડિઓ વાયરલ થયો છે. જેમાં રણવીર સિંહ મહેમાન તરીકે આવેલ છે. વીડિયોમાં રણવીર સિંહ જે રીતે વાતો કરે છે તેની સરખામણી હાર્દિર પંડ્યાના નિવેદન સાથે કરવામાં આવી રહી છે. 

વીડિયોમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળે છે. જેમાં રણવીર સીંહ અનુષ્કાને લઇ ઘણી ખુલીને વાતો કરે છે. અભિનેત્રીને આ વાતો ઓકવર્ડ પણ લાગે છે અને રણવીર સિંહને આવી વાતો ન કરવા ના પણ પાડે છે. 

 
રણવીર સિંહ માત્ર અનુષ્કા જ નહીં પણ કરીના કપૂર વિશે પણ વાતો કરે છે. કરીના વિશે રણવીર કહે છે કે, બાળકથી લઇ આજ સુધી કરીનાને મોટી થતાં જોઇ છે. જે વાત પર કરણ અને અનુષ્કા તેને ડર્ટી બોય કહે છે. તમને જણાવી દઇએ કે, આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને તેમાં રણવીરની નિંદા પણ થઇ રહી છે. 

તમને જણાવી દઇએ કે, રણવીર સિંહ તાજેતરમાં બહાર આવેલા મીટૂ અભિયાનને સ્પોર્ટ કરતા જોવા મળ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતુ કે, મીટૂ એક ઐતિહાસિક મૂવમેન્ટ છે. પ્રશનલ લાઇફની વાત કરીએ તો, 2018માં રણવીરે સિંહે દિપિકા સાથે લગ્ન કર્યા છે. Recent Story

Popular Story