બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Hardik Patel's election campaign in Prayagraj

UP ELECTION / હાર્દિક પટેલને પ્રયાગરાજમાં કાર્યક્રમ કરતા પોલીસે અટકાવ્યા, કોંગ્રેસ કાર્યાલયમાં કરવી પડી સભા

Pravin

Last Updated: 05:59 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ યુપીમાં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા છે. જો કે, પોલીસે પ્રયાગરાજમાં હાર્દિક પટેલના કાર્યક્રમને મંજૂરી આપવામા આવી નહોતી.

ઉત્તર પ્રદેશમાં હાલમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભારે ગરમાગરમી છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. આ જ ક્રમમાં પ્રયાગરાજમાં શનિવારે હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે પહોંચ્યા હતાં. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવાન નેતા હાર્દિક પટેલને ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જ્યારે પોલીસ અને પ્રશાસને તેમને કાર્યક્રમ કરવાની મંજૂરી આપી નહીં. ત્યાર બાદ હાર્દિક પટેલને ઝીરો રોડ પર આવેલા પોતાના કાર્યાલયમાં કાર્યક્રમ કરવો પડ્યો હતો.

હકીકતમાં જોઈએ તો, અલોપીબાગના સરદાર પટેલ સંસ્થામાં ભર્તી વિધાન અંતર્ગત હાર્દિક પટેલ યુવાનો સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. પણ પોલીસ અને પ્રશાસને આ કાર્યક્રમની મંજૂરી આપી નહોતી. તેથી તેમને સ્થળ પરથી પાછા ફરવા પડ્યુ હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યા અને યુવાનો સાથે સંવાદ કર્યો અને અહીં તેમણે કોંગ્રેસની જીતનો મંત્ર પણ આપ્યો.

 

રોજગાર આપવામાં નિષ્ફળ રહી સરકાર 

હાર્દિક પટેલ આ અવસરે ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર અને પ્રદેશની સરકાર યુવાનોને રોજગાર આપવામાં એકદમ નિષ્ફળ રહી છે. કોંગ્રેસના ભરતી અંગેના કાર્યક્રમને સંસદની પણ મંજૂરી નથી આપી, ચૂંટણી પંચે કાર્યક્રમ કરવાની મંજૂરી તો આપી છે. પણ પોલીસનું કહેવું છે કે, અમારી પાસે પુરતી સંખ્યામાં પોલીસ ફોર્સ નથી, એટલા માટે કાર્યક્રમની મંજૂરી આપી શકાય નહીં.પોલીસના આ પ્રકારના વલણને જોતા હાર્દિક પટેલે કહ્યું અમે પણ એજ કહીએ છીએ કે, જો પુરતી પોલીસ ફોર્સ ન હોય અને ખાલી જગ્યા હોય તો જલ્દી પોલીસમાં યુવાનોની ભરતી કરો.

પટેલે યુપી સરકાર અને સરકારી તંત્ર પર યુવાનોનો અવાજ દબાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ જનતાનો અવાજ મજબૂત કરવાનું કામ કરે છે. સરકારી વિભાગોમાં જે પણ ખાલી જગ્યાઓ છે, તેને ભરવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી. હાર્દિક પટેલે કહ્યું કે, અમે ખોટા વાયદાઓ કરતા નથી. જો પણ ખાલી જગ્યાઓ છે, તેને કોંગ્રેસ સરકાર ભરશે. તેણે કહ્યું કે, જે ભણેલા ગણેલા યુવાનો છે અને તે બેરોજગાર ફરે છે, તેનાથી દેશ અને રાજ્ય મજબૂત થતું નથી. ચૂંટણીઓ ધર્મ અને જાતિના આધારે થવી જોઈએ નહીં.પણ મુદ્દાને આધારે રાજનીતિ થવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ