બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Hardik patel tweet gujarat congress politcs bjp aap naresh patel

રાજનીતિ / BIG NEWS: હાર્દિક પટેલે કોંગ્રેસમાં ઉભુ કર્યું વાવાઝોડું, નારાજગી વચ્ચે કરી નાખ્યું મોટું ટ્વિટ

Hiren

Last Updated: 10:36 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાં વાવાઝોડું ઉભુ કરી દીધું છે. કેટલાક નિવેદનો બાદ હવે તેઓ પાર્ટી છોડી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ વચ્ચે વધુ એક સૂચક ટ્વિટ તેમણે કર્યું છે.

  • હાર્દિક ગુજરાત કોંગ્રેસમાં ઉભુ કર્યુ વાવાઝોડું
  • હાર્દિકે કોંગ્રેસમાં પોતાના વજૂદને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ
  • રઘુ શર્માએ શિસ્તમાં રહેવા જણાવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ તો વાગી ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે હાર્દિક પટેલે પોતે ચૂંટણી લડવાના સંકેતો આપવાની સાથે નરેશ પટેલના રાજનીતિમાં આગમનને લઈને કોંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાં આજે વાવાઝોડું ઉભુ કરી દીધું છે. હાર્દિક પટેલ અંગે PTIના હવાલાથી સમાચાર આવ્યાના તુરંત બાદ હાર્દિકે ખુદ એક એવું ટ્વિટ કર્યું છે જેને લઇને ગુજરાત કોંગ્રેસમાં ચર્ચાનો દોર શરૂ થઇ ચૂક્યો છે.

અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો નેતાગીરીનો મતલબ શું ? : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે આજે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા આપણી પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતાગીરીનો મતલબ શું! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. પદના નહીં પણ કામના ભૂખ્યા છીએ.

કોંગ્રેસ પર મેં આરોપ નથી લગાવ્યાઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ
જોકે ચર્ચાએ જોર પકડતા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નારાજગી મામલે વધુ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પર મેં આરોપ નથી લગાવ્યા. અમે જ્યા છે ત્યાથી સાચુ બોલવુ જોઈએ. પાર્ટીની વચ્ચે નાની-મોટી નારાજગી હશે. સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર માની શકે છે. શ્રેષ્ઠ ગુજરાત બનાવવુ છે. જલદીમાં જલદી નિર્ણયો લેવાવા જોઈએ. મને આશા છે કે જલદી સારુ થશે. મે 100% કોંગ્રેસને આપ્યુ છે અને આપતો રહીશ. 3 વર્ષથી અનુશાસનુ પાલન કરીએ છીએ. આંબાડકર જયંતિ પ્રસંગે કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉંઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલને લઈને સમાચાર એજન્સી PTIના હવાલાથી મોટા સમાચાર સામે આવ્યા છે. PTI અનુસાર, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે. ફરિયાદ કરવા છતાં પગલાં ન લેતા હું દુઃખી છું. છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલે કોંગ્રેસને ભીંસમાં લેતા નિવેદનો આપ્યા હતા. નરેશ પટેલને લઈને કોંગ્રેસના વલણને પણ હાર્દિકે વખોડ્યું હતું. કોંગ્રેસમાં પોતાનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ

હાર્દિક પટેલ છોડી શકે છે કોંગ્રેસઃ સૂત્ર
સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી શકે છે. હાર્દિક પટેલે કોગ્રેસ સામે શિંગડા ભરાવતા અટકળો તેજ થઈ છે. હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈકમાન સામે સવાલ ઉભા કર્યા હતા. છેલ્લા બે દિવસથી કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે ધર્ષણ તેજ બન્યું છે. પાર્ટીમા પોતાનું કોઇ વજુદ ન હોવાની હાર્દિક પટેલે વાત કરી હતી. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ વિશે પણ હાર્દિક પટેલે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી બાદ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીએ આકરી પ્રતિક્રિયા હતી. પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે હાર્દિક પટેલ પાસે ખુલાસો માંગ્યો હતો. પ્રભારી રઘુ શર્માએ પણ શિસ્તમાં રહેવા માટે કડક સૂચના આપી હતી.

થોડા દિવસ અગાઉ પ્રધાનમંત્રી મોદીના ટ્વિટને રિટ્વીટ કરીને લખ્યું હતું, 'જય સરદાર', જોકે બાદમાં તેમણે ટ્વિટ ડિલિટ કર્યું હતું.

હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા સલાહઃ રઘુ શર્મા
હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. ગઇકાલે પણ હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા. તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટું નથી તેમ જણાવ્યુ હતુ. પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું.

હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી અન્ય પાર્ટીમાં જશે?
ત્યારે સવાલ થયા છે કે શું હાર્દિક પટેલ નિવેદન આપ્યું તેની પહેલા નરેશ પટેલ સાથે વાત કરી? હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી અન્ય પાર્ટીમાં જશે? શું હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશના સંગઠનથી નારાજ છે? કેમ અચાનક જ હાર્દિકને કોંગ્રેસ પ્રત્યે અણગમો જાગ્યો? શું નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે અંદરખાને કઈંક રંધાઈ રહ્યું છે? હાર્દિક પટેલને ખરેખર કોંગ્રેસથી મોહભંગ થયો છે કે પછી કોંગ્રેસ ડૂબતી દેખાય છે એટલે આવા નિવેદનો આપે છે? કોંગ્રેસમાં સાઈડલાઇન થવાની બીક લગતા પહેલા પાળ બાંધી લીધી? હાઈલેવલ પણ રજૂઆત સાંભળતું તેનો સીધો મતલબ એ પણ થાય છે કે હજુ પણ હાર્દિકનો પનો ટુંકો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ