બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Hardik Patel is not present in the Congress program

રાજનીતિ / હાર્દિક પટેલ શા માટે કોંગ્રેસના કાર્યક્રમમાં નથી રહેતો હાજર, અમિત ચાવડાએ બચાવમાં આપ્યો આ જવાબ

Last Updated: 05:17 PM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટીના કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ચર્ચાઓને વેગ મળ્યો, આજે યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર ન હતા

  • કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિકની ગેરહાજરીનો મતલબ શું?
  • હાર્દિક પટેલની ગેરહાજરી શું સૂચવે છે?
  • કોંગ્રેસના કાર્યક્રમોમાંથી હાર્દિક પટેલ ગૂમ?

કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇ હવે ચર્ચાઓ જોર પકડ્યું છે. કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આજે યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર ન હતા. અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ નથી રહ્યા. 2 વાર રાજ્યપાલ સાથે મુલાકાત સમયે પણ હાર્દિક પટેલ ગેરહાજર હતા. અને કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક ઉપસ્થિત રહ્યાં ન હતા.

ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતા તેઓએ કહ્યું, પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે. અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ હાજર ના પણ રહે. તેઓએ કહ્યું કે નેતાઓ અલગ-અલગ ઝોનમાં કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા બદલ ઉજવણી પર કોંગ્રેસનું નિવેદન

રાજ્યની રૂપાણી સરકારે પાંચ વર્ષની ઉજવણીનું આયોજન કર્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકારના ઉજવણીના નિર્ણયને લઈ નિવેદન આપતા જણાવ્યું કે, આ સરકારે એવું તો શું કર્યું છે કે જેના કારણે તેઓ ઉજવણી કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં લોકો ક્યાંક એકત્રિત થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ભાજપના નેતાઓ જાહેરમાં એકત્રિત થાય, ઉજવણી કરે તો તેમને પોલીસ કંઇ નથી કરતી. આ સરકારમાં સામાન્ય પ્રજા અને ભાજપના નેતાઓ માટે અલગ-અલગ કાયદાઓ છે. આ સ્થિતિમાં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ લાખ લોકો માર્યા ગયા છે, આરોગ્યની સ્થિતિ બદતર બની છે, શિક્ષણ અને રોજગારી પણ યોગ્ય નથી ત્યારે આ સરકાર કઈ બાબતની ઉજવણી કરવા માંગે છે એ એમણે ગુજરાત ના નાગરિકો ને જણાવવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Amit Chavda congress gujarat hardik patel અમિત ચાવડા કોંગ્રેસ હાર્દિક પટેલ Hardik Patel
Shyam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ