બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Happy Birthday Madhuri Dixit know actress 10 best films

HAPPY BIRTHDAY / બૉલીવુડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતે આ ફિલ્મો કરીને મોટા પડદે બનાવી અલગ ઓળખ, બની સિનેમાની નંબર '1' હિરોઈન

Arohi

Last Updated: 11:32 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhuri Dixit Birthday: ધકધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાની એક્ટિંગથી મોટા પડદા પર તહેલકો મચાલી દીધો હતો. તેના કરિયરના એવા 10 પાત્ર વિશે વાત કરીએ જેણે તેને નંબર વન હિરોઈન બનાવી દીધી.

  • આજે છે માધુરી દીક્ષિતનો જન્મદિવસ 
  • જાણો તેના કરિયરની 10 બેસ્ટ ફિલ્મો વિશે 
  • જેના કારણે તે બની સિનેમાની નંબર '1' હિરોઈન

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારેક ધક ધક ગર્લના નામથી ફેમસ થયેલી અભિનેત્રી માધુરી દીક્ષિત માટે ઓટીટીએ અભિનયના નવા અવસર ખોલી દીધા છે. ફિલ્મમાં પણ તેની પકડ બીજી ઈનિંગમાં ઠીક ઠીક રહી હતી પરંતુ ફિલ્મોમાંથી ખાસ 10 ફિલ્મો એવી છે જેના કારણે માધુરીના ફેંસમાં ખૂબ વધારો થયો હતો. માધુરીના જન્મ દિવસ પર આવો જાણીએ એવા 10 પાત્રો વાળી ફિલ્મના વિશે...

પ્રહારઃ ધ ફાઈનલ અટેક 
વર્ષ 1991માં નાના પાટેકરના નિર્દેશનમાં એક ફિલ્મ આવી 'પ્રહારઃ ધ ફાઈનલ અટેક' ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં માધુરી દીક્ષિત ઉપરાંત મકરંદ દેશપાંડે, નાના પાટેકર, ડિંપલ કાપડિયા અને ગૌતમ જોગલેકર જોવા મળ્યા હતા. આ ફિલ્મ માધુરીની શરૂઆતી ફિલ્મોમાંથી એક છે. નાના પાટેકરની પ્રેમિકા અને મંગેતરના નાના પાત્રમાં માધુરીએ ખૂબ જ સુંદરતાથી અભિનય કર્યો હતો. 

સાજન 
વર્ષ 1991માં આવેલી ફિલ્મ સાજનનું ડાયરેક્શન લોરેન્સ ડિસૂઝાએ કર્યું છે. ફિલ્મમાં માધુરીની સાથે સલમાન અને સંજય દત્ત જોવા મળ્યા હતા. પૂજાના પાત્રમાં માધુરીએ ખૂબ જ શાનદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મના 'દેખા હૈ પહેલી બાર'થી લઈને 'તૂ શાયર હૈ મેં તેરી શાયરી' સુધી દરેક ગીત આજે પણ અમર છે. 

ખલનાયક 
દિગ્ગજ નિર્માતા, નિર્દેશક સુભાષ ઘાઈની સાથે માધુરી દીક્ષિતની ફિલ્મ 'ખલનાયક' 1993માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં માધુરી અને સંજય દત્તની નીકટકા જોવા મળી હતી. 'ખલનાયક' 1993ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. તેનું ગીત 'નાયક નહીં ખલનાયક હૈ તૂ' અને 'ચોલી કે પીછે ક્યા હૈ' આજે પણ લોકોના મોંઢે છે. ફિલ્મે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 

ધારાવી 
હિંદી ફિલ્મ જગતના ડાયરેક્ટર સુધીર મિશ્રાએ વર્ષ 1993માં 'ધારાવી' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં માધુરીની સાથે અનિલ કપૂર, શબાના આઝમી અને ઓમ પુરી જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળ્યા હતા. ફિલ્મ એક ટેક્સી ચાલકની સ્ટોરી પર કેન્દ્રીત છે. જે પોતાના સપનાને પુરા કરવા અને ધારાવી જેવી જગ્યામાંથી નિકળવાના દરેક પ્રયત્ન કરે છે. ફિલ્મમાં માધુરી સપોર્ટિંગ રોલમાં છે પરંતુ તેની એક્ટિંગ દમદાર છે. 

હમ આપકે હૈ કોન? 
જ્યારે પણ ફેમિલી ફિલ્મની વાત આવે છે તો સૌથી પહેલા જે ફિલ્મનું નામ આવે છે તે છે હમ આપકે હૈ કોન. સુરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરીની સાથે સલમાન ખાનની કમાલની જોડી બની હતી. માધુરીનું નિશાનું પાત્ર હજું પણ લોકો પસંદ કરે છે. 

દિલ તો પાગલ હૈ 
દિલ તો પાગલ હૈ  માધુરી દિક્ષિતની એક માત્ર એવી ફિલ્મ છે જેને આઠ ફિલ્મફેર અવોર્ડ મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપડાએ 1997માં કર્યું હતું. ફિલ્મમાં માધુરીની સાથે શાહરૂખ ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભુમિકામાં છે. 

મૃત્યુદંડ 
નિર્દેશક પ્રકાશ ઝાએ વર્ષ 1997માં 'મૃત્યુદંડ' નામની એક મહિલા પ્રધાન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં શબાના આઝમી, માધુરી દીક્ષિત, અયુબ ખાન અને ઓમ પુરી જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળ્યા હતા.

પરિંદા 
વર્ષ 1998માં આવેલી ફિલ્મ પરિંદા વિધુ વિનોદ ચોપડાના નિર્દેશન કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મેઈન પાત્રમાં માધુરી ઉપરાંત નાના પાટેકર, જેકી શ્રોફ, અનિલ કપૂર છે. પરિંદાને રાષ્ટ્રીય ફિલ્મ અવોર્ડ પણ મળી ચુક્યા છે. 

દેવદાસ 
શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપન્યાસ પર આધારિત, ફિલ્મ દેવદાસનું નિર્દેશન વર્ષ 2002માં સંજય લીલા ભણલીએ કર્યું હતું. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતની સાથે શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય પ્રમુખ ભુમિકામાં છે. દેવદાસમાં ચંદ્રમુખી નામની એક વૈશ્યાના પાત્રમાં માધુરી છે. ફિલ્મના ગીત 'હમ પે યે કિસને હરા રંગ ડાલા' અને 'ડોલા રે ડોલા' ખૂબ ફેમસ થયું હતું. 

ડેઢ ઈશ્કિયા 
વર્ષોમાં એખ ફિલ્મ બનાવનાર નિર્દેશક અભિષેક ચૌબેએ 2014માં 'ડેઢ ઈશ્કિયા' બનાવી. આ ફિલ્મ 2010માં આવેલી 'ઈશ્કિયા'ની સીક્વલ છે. માધુરીની સાથે આ ફિલ્મમાં નસીરૂદ્દીન સાહ, હુમા કુરેશી, અરશદ વારસી, વિજય રાજ અને મનોજ પાહવા મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મમાં માધુરીના બેગમ પારાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ