ગ્લોબલ વોર્મિંગના કારણે હાફૂસ કેરીના પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત

By : admin 12:30 PM, 14 March 2018 | Updated : 12:30 PM, 14 March 2018
વલસાડ: હાફૂસ કેરી પર આ વર્ષે આફત આવી છે. આ વખતે ગ્લોબલ વોર્મિગ અને કમોસમી વરસાદના કારણે કેરીના પાક પર વ્યાપક અસર થવા પામી છે. હાફૂસ સહીત લંગડો,પાયરી, રાજાપુરીના પાકમાં મોટુ નુકસાન થયું છે. જોકે એક્સપોર્ટ કરતા ખેડૂતો, વેપારીઓના મતે આ વર્ષે કેરીની સિઝન ફેલ છે. સિઝન ફેલ થતાં ખેડૂતો ચિંતિત છે.

વાતાવરણના કારણે કેરીઓ ખરી પડતા ખેડૂતો અત્યારથી આંબાવાડીઓમાં દવાનો છંટકાવ કરે છે. અને ગત વર્ષેની સરખામણીમાં આ વખતે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે.

વલસાડ જિલ્લામાં આ વર્ષે 33 હજાર હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. આંબાવાડીઓમાં કેસર અને વલસાડી હાફૂસનુ મોટુ ઉત્પાદન થાય છે. હાફુસનું મોટાપ્રમાણમાં યુરોપ અને ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ થાય છે.

ગયા વર્ષે સારૂ વાતાવરણ હોવાથી કેરીનું ઉત્પાદન સારૂ થયું હતું. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. આ વર્ષે ફળોનો રાજા એવા વલસાડી હાફૂસનો સ્વાદ ચાખવા વધારે નાણા ચૂકવવા પડે તો નવાઇ નહી.Recent Story

Popular Story