બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Hanuman Jayanti 2023 shani dosh sadesati dhaiya remedies

હનુમાન જયંતિ 2023 / આજના દિવસે ઘરે અચૂકથી કરો આ પૂજા, દૂર થશે સાડાસાતી અને કુંડળીનો શનિ દોષ

Arohi

Last Updated: 06:45 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2023: જ્યોતિષમાં શનિથી સંબંધિત કષ્ટોને દૂર કરવા માટે હનુમાન સાધનાને મહાઉપાય જણાવવામાં આવી છે. એવામાં દર વર્ષે શનિની ઢૈય્યા અને સાડેસાતીના કહેરથી બચવા માટે હનુમાન જયંતિ પર જરૂર કરો બજરંગ બલીની પૂજાના મહાઉપાય.

  • શનિ સંબંધિત કષ્ટો થશે દૂર 
  • જાણો હનુમાન સાધનાના મહાઉપાય 
  • શનિની ઢૈય્યા અને સાડેસાતી થશે દૂર 

આ વર્ષે હનુમાન જયંતિનો પાવન પર્વ 6 એપ્રિલ 2023 એટલે કે આજે છે. હિંદુ માન્યતાઓ અનુસાર જીવન સાથે જોડાયેલા કષ્ટો અને વિઘ્નોને દૂર કરવા માટે આ દિવસે હનુમાનજીનું ધ્યાન, તેમના સાથે જોડાયેલા મંત્રોનો જાપ અને વ્રત કરવામાં આવે છે. 

જ્યોતિષ અનુસાર નવગ્રહોમાં શનિ સંબંધિત દોષ અને તેનાથી થતા કષ્ટોને દૂર કરવા માટે હનુમત સાધના ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમે શનિની સાડેસાતી કે શનિની ઢૈય્યાથી પરેશાન છો તો તમને હનુમાન જયંતિના દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. 

જો તમને કોઈ જરૂરી કાર્યમાં અડચણ અથવા વિઘ્ન આવી રહ્યા છો તો પણ આ ઉપાય તમારા માટે ફાયદાકારક છે. આવો હનુમાન જયંતિની પૂજા સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાયો વિશે વિસ્તારથી જણાવીએ. 

કુંડળીનો શનિદોષ થશે દૂર 
ધાર્મિક માન્યતા અનુસાર શનિની સાડેસાતી અને ઢૈય્યા સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે હનુમાનજીની પૂજા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને સિંદુર અર્પિત કરવાથી કુંડળીમાં શનિ દોષ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજાના ઉપાયને કરવા પર શનિ સંબંધી દરેક મુશ્કેલીઓ અને તમારા કાર્યોમાં આવનાર મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

હનુમાનજીની પૂજા 
હિંદુ માન્યતાઓ અનુસાર શનિ સંબંધી દોષ અને તેનાથી થતા કષ્ટોથી બચવા માટે બજરંગબલીની પૂજા અને દર્શન કરવા ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવામાં હનુમાન જયંતિના દિવસે સવારે ઉઠીને ઘરેથી કોઈ નજીકના મંદિરમાં જઈને હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા અને દર્શન કરો. જો એવું સંભવ ન હોય તો ઘરના મંદિર કે પૂજા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરીને તેમની પૂજા કરો. 

શુદ્ધ ઘીનો દિવો 
ધાર્મિક માન્યતા અનુસાર શનિની સાડેસાતીથી બચવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાનજી સામે શુદ્ધ ઘીથી બનેલા દિવાથી આરતી કરવા પર પણ બજરંગી શનિ સંબંધી કષ્ટોને હરી લે છે. 

સાત વખત કરો હનુમાન ચાલીસાનો પાઠ 
કુંડળીમાં શનિ સાથે જોડાયેલા દોષને દૂર કરવા માટે હનુમાન જયંતિના દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાને સાત વખત અથવા બજરંગ બાણ, હનુમાન બાહુક, હનુમાનાષ્ટક અથવા સુંદરકાંડનો પાઠ એક વખત સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. 

લાલ રંગની ધજા
હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. એવામાં બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કુંડળીના શનિ દોષ દૂર કરવા માટે હનુમાન જયંતિ પર તેમને લાલ રંગના વસ્ત્ર અને લાલ રંગની ધજા જરૂર ચડાવો. માન્યતા છે કે પૂજાના આ ઉપાયને કરવાથી શનિ સાથે જોડાયેલા દોષ દૂર થઈ જાય છે.

બૂંદીનો ભોગ 
હનુમાનજીને બૂંદીનો ભોગ ખૂબ જ પ્રિય છે. માટે હનુમાન જયંતિના દિવસે તેમને ભોગમાં આ જરૂર અર્પિત કરો. હનુમાન જયંતિ પર બજરંગીનું વ્રત કરવાનું પણ ખૂબ જ વધારે મહત્વ હોય છે. માન્યતા છે કે આમ કરવાથી ભક્તની દરેક મનોકામના પુરી થઈ જાય છે સાથે જ કુંડળી સાથે જોડાયેલા દોષ પણ દૂર થાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ