બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / H3N2 infection: Dr randeep Guleria said people should take vaccine

હેલ્થ / ફ્લૂના કેસ વધતાં દેશમાં પાછો આવશે માસ્કનો નિયમ ! કેન્દ્રના મોટા ડોક્ટરે આપી દીધી ચેતવણી, જાણો શું બોલ્યાં

Vaidehi

Last Updated: 05:16 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 'અમે કોવિડ અનુરૂપ વ્યવહારનું પાલન કરી રહ્યાં છીએ પરંતુ અનેક લોકો હવે માસ્કનો ઉપયોગ નથી કરી રહ્યાં અને ન તો પોતાના હાથોને સેનેટાઈઝ કરી રહ્યાં...'

  • ઈન્ફ્લુએન્ઝાની ચિંતા વચ્ચે નાગપુરમાં યોજાયું સમ્મેવન
  • ડો.રણદિપ ગુલેરિયાએ આપ્યું પોતાનું નિવેદન
  • વેક્સિન પર ભાર આપવા સહિત કરી કેટલીક વાત

દેશમાં ઈન્ફ્લુએન્ઝાનાં વધી રહેલા કેસોની વચ્ચે હેલ્થ એક્સપર્ટ્સએ ફ્લૂ વેક્સીન ડ્રાઈવ પર ભાર આપવાની વાત કરી છે. H3N2 ઈન્ફ્લુએન્ઝા ઝડપથી ફેલાતો હોવાથી ચેતવણી આપતાં પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરિયાએ સોમવારે કહ્યું કે લોકોએ ફેસ માસ્કનો અને સતત હાથ સેનેટાઈઝ કરવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે તમામએ વેક્સિન લગાડવી જોઈએ.

'લોકો કોવિડ અનુરૂપ વ્યવહારનું પાલન કરી શકે છે'
મોસમી ઈન્ફ્લુએન્ઝાને લીધે દેશમાં 2 મોત થઈ ચૂકી છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક મોત થયાની માહિતી મળી આવી છે. ડો. રણદિપ ગુલેરિયાએ રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું કે લોકો કોવિડ અનુરૂપ વ્યવહારનું પાલન કરી શકે છે કે પછી વેક્સિન લઈ શકે છે. ડો. રણદિપએ નાગપુરમાં એકેડમી ઓફ મેડિકલ સાયન્સેઝની તરફથી આયોજિત એક સમ્મલેનમાં નિવેદન આપ્યું હતું.

એક નાનકડી બૂંદથી પણ સંક્રમણ શક્ય
ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે કારણકે એક નાનકડી બુંદનું સંક્રમણ ઉધરસથી ફેલાઈ શકે છે. ક્યારેક-ક્યારેક બાળકો સ્કૂલોમાં સંક્રમિત થઈ શકે છે અને વયસ્કોમાં ફેલાવી શકે છે જે વધારે ગંભીર બીમારીથી પીડિત છે. તેથી માસ્ક પહેરવું જોઈએ અને નિયમિત ધોરણે હાથ ધોવા અને સામાજિક ડિસ્ટન્સ જાળવવું જોઈએ.

વેક્સિનેશન પર ભાર
તેમણે કહ્યું કે બીજો વિકલ્પ ઉચ્ચ જોખમવાળા સમૂહને અલગ રાખવાનો છે. જેમકે વયસ્કો અને અન્ય બીમાર લોકોને અલગ રાખવા અને તમામ માટે ટીકાકરણ એટલે કે વેક્સિનેશન પર ભાર આપવો. તેમણે આગળ જણાવ્યું કે ઈન્ફ્લુએન્ઝા દરવર્ષે નવા વેક્સિનનાં રૂપમાં આવે છે એને આ વેક્સિન ઈન્ફ્લુએન્ઝા Aઅને B અને તેના સબટાઈપને પણ કવર કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dr. Randeep Guleria H3N2 Virus influenza કોરોના વાયરસ હેલ્થ H3N2 infection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ