gyanvapi mosque survey now demand to seal mathura mosque petition filed in court
BIG NEWS /
ધાર્મિક સ્થળ: જ્ઞાનવાપી બાદ મથુરાની ઈદગાહ મસ્જિદને સીલ કરવાની માગ, કોર્ટમાં દાખલ કરી અરજી
Team VTV05:46 PM, 17 May 22
| Updated: 05:49 PM, 17 May 22
કાશીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ જોર પકડતો જાય છે. આ સંબંધિત એક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને તેની સુરક્ષા વધારવાની માદ કરવામાં આવી છે.
જ્ઞાનવાપી મસ્જિદની માફક મથુરામાં વિવાદ ચગ્યો
શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહની સુરક્ષા વધારવા માગ
ઈદગાહના ગર્ભગૃહને સીલ કરવાની માગ
કાશીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ જોર પકડતો જાય છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની અડીને આવેલી ઈદગાહ મસ્જિદની સુરક્ષા વધારવાની સાથે સાથે ત્યાં આવતા જતાં લોકો પર રોક લગાવી સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવાની માગને લઈને વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહે મથુરા કોર્ટમાં અરજી દાખલ કરી છે.
કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ અને કોર્ટમા ંઅરજી દાખલ કરનારા વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે, જેવી રીતે જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સામે આવ્યો છે, હવે કૃષ્ણ જન્મભૂમિની જમીન પર બનેલી ઈદગાહના ગર્ભગૃહને સીલ કરવામાં આવે. સાથે જ ડીએમ તથા એસએસપીને આદેશ આપવામા આવે કે, ત્યાં પોલીસફોર્સ તૈનાત કરીને પુરાવા સાથે છેડછાડની સંભાવનાને રોકવામાં આવે.
ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવાની માગ
આપને જણાવી દઈએ કે, નારાયણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષ યાદવ, અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ શર્મા અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાયના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની માફક શ્રીકૃષ્ણ જન્મભૂમિ તથા ઈદગાહ પ્રકરણમાં શાહી ઈદગાહ પર સર્વે કરવાની માગ કરી હતી. ત્રણેયે આ સંબંધમાં કોર્ટમાં અરજી આપી છે, જેમાં કહેવાયું છે કે, શાહી ઈદગાહ પરિસરમાં પણ કમિશન દ્વારા સર્વે કરવામાં આવે. કોર્ટે તેમની અરજી સ્વિકાર કરી લીધી છે અને એક જૂલાઈએ તેના પર નિર્ણય લેવાશે.
પુરાવા નષ્ટ ન થયા તે વાત જોવી જોઈએ
તેમણે આરોપ લગાવ્યો છે કે, તે ઈદગાહ પરિસરમાં એ પુરાવા નષ્ટ કરી શકે છે. જેમાં સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર તોડીને અહીં ઈદગાહ તૈયાર કરવામાં આવી. આ સંબંધમાં અધિવક્તા કમિશન બનાવામા આવે. કોર્ટ પહોંચેલા મનીષ યાદવે જણાવ્યું હતું કે, કમિશન સંબંધી તેમની માગને અરજી પર એક જૂલાઈની તારીખ સુનાવણી માટે નક્કી કરવામા આવી છે.