ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / Gujarati dilip patel Sewaliya visnagar Florida America

મર્ડર / અમેરિકામાં મૂળ મહેસાણાના આ ગામના વ્યક્તિની ગોળી મારીને કરાઇ હત્યા

Published By: Hiren

Last Updated: 06:16 PM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. મહેસાણાના વિસનગરના સેવાલીયા ગામના દિલીપ પટેલ નામના વ્યક્તિની અમેરિકાના ફ્લોરિડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

ADVERTISEMENT

  • અમેરિકાના ફ્લોરિડામાં ગુજરાતીની હત્યા 
  • વિસનગરના સેવાલીયા ગામના વતનીની ગોળી મારી હત્યા 
  • સેવાલીયાના દિલીપ પટેલની લૂંટારુઓએ હત્યા કરી

અમેરિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસવાટ કરે છે. સાથે અહીં વેપાર ધંધામાં પણ અગ્રેસર છે. તેવામાં અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે.

મૂળ વિસનગરના સેવાલિયા ગામના અને હાલ અમેરિકાના ફ્લોરિડામાં વસવાટ કરતા દિલીપ પટેલની હત્યા કરી દેવામાં આવી છે. દિલીપ પટેલ ફ્લોરિડામાં સ્ટોર ચલાવતા હતા. આ દરમિયાન લૂંટારુઓએ સ્ટોરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી હતી. 

દિલીપ પટેલની હત્યાથી ફ્લોરિડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. હાલ લૂંટના ઇરાદે લૂંટારૂઓએ હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિલીપ પટેલની હત્યાના સમાચાર મળતાં સેવાલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

America mehsana અમેરિકા ફ્લોરિડા મહેસાણા America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ