Gujarat Youth Congress President Vishwanath Vaghela took charge
પદગ્રહણ /
ગુજરાત યુથ કોંગ્રેસના 'વિશ્વનાથ': 13 જિલ્લા પ્રમુખોની પણ કરાઇ વરણી, 7 રિપીટ 6 નવા ચહેરાને સ્થાન, જુઓ લિસ્ટ
Team VTV04:20 PM, 12 Jan 22
| Updated: 04:24 PM, 12 Jan 22
વિશ્વનાથ વાઘેલાએ યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, સામેનું ગ્રુપ તેમજ પીઢ નેતાઓ ગેરહાજર રહેતા વિખવાદની વાતોએ જોર પકડયું
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદગ્રહણ સમારોહ
વિશ્વનાથ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો
યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો
ગુજરાત કોંગ્રેસે હવે દશા અને દિશા સુધારવા માટે તેના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રભારી રધુ શર્માનાના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન આવતાની સાથે જ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર તેમજ વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી નાખવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે વિશ્વનાથ વાઘેલાએ બાજી મારતા આજે મોટો કાર્યક્રમ કરી પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. જેમાં વિધિવત રીતે વિશ્વનાથ વાઘેલાએ યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો
કોણ રહ્યું ઉપસ્થિત?
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહમાં યૂથ કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ, પ્રભારી રધુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા ,શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, લાલજી દેસાઈ જેવા કોંગ્રેસના મોટા માથાઓ હાજર રહ્યા હતા.
ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અટકશે ખરો?
ગુજરાત યુથ કોંગ્રેસનો આંતરિક વિવાદ આવ્યો સામે આવ્યો છે. નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથ વાઘેલા સામેનું ગ્રુપ ગેરહાજર રહેતા અંદરખાને વિખવાદની વાતોએ જોર પકડયું છે. યુથ કોંગ્રેસના 2 પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુલાબસિંહ રાજપુતે કાર્યક્રમમાં હાજરી આપી નથી. અન્ય ગ્રુપના વિજેતા મહામંત્રીઓ, જિલ્લા-વિધાનસભા પ્રમુખો પણ આ પદગ્રહણ સમારોહથી અળગા રહ્યા છે. તો બીજી તરફ ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ અને અર્જૂન મોઢવાડીયા જેવા કોંગ્રેસના પીઢ નેતાઓની ગરેહાજરી પણ આંખે વળગી હતી.
કાર્યક્રમમાં કોરોના નિયમો ભુલાયા
ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ 150ની સંખ્યાને બદલે કોંગ્રેસના આ કાર્યક્રમમાં 300થી પણ વધુ નેતાઓને કાર્યકરો હાજર રહ્યા હતા. પૂર્વ વિપક્ષ નેતા સહિત અનેક નેતાઓ માસ્ક વગર પણ દેખાયા હતા તો સોશિયલ અંતર પણ ગાયબ હતું. આમ તો કોંગ્રેસ દરેક વખતે કોરોના નિયમના પાલનમાં ગેરશિસ્ત મામલે ભાજપને આડે હાથ લેતું હોય છે પણ જ્યારે પોતાના પર આવે ત્યારે મુગામોઢે બેસી રહે તેવા આરોપ થઈ રહ્યા છે.
ગુજરાત યુથ કોંગ્રેસની સાથે 13 જિલ્લાના પ્રમુખોની પણ વરણી કરી દેવામાં આવી છે.7 જિલ્લા પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 6 નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે.
गुजरात प्रदेश कांग्रेस के सभी नवनियुक्त जिलाध्यक्षों को बहुत-बहुत शुभकामनाएं। मुझे पूर्ण विश्वास है कि आपकी नियुक्ति से कांग्रेस पार्टी मजबूत होगी और दिसंबर 2022 में होने वाले विधानसभा चुनाव में आप कांग्रेस पार्टी की जीत सुनिश्चित करने के लिए पूरी मेहनत से कार्य करेंगे। https://t.co/pUNcOMOUwV