Gujarat Titans celebrations Gujarat Foundation Day hardik pandya rashid khan dance
IPL 2022 /
VIDEO: હાર્દિકના દીકરા સાથે નાચ્યા રાશિદ ખાન, તો GTએ ગુજરાતી સ્ટાઇલમાં કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
Team VTV08:57 PM, 02 May 22
| Updated: 08:57 PM, 02 May 22
એક બાદ એક જીત મેળવતી ગુજરાત ટાઇટન્સે 1 મે ગુજરાત સ્થાપના દિવસની કરી ઉજવણી. ત્યારે આ ઉજવણીના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે.
આઇપીએલ 2022માં પહેલીવાર રમી રહેલી ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહી છે, તેવામાં ખેલાડીઓની મસ્તી પણ જોવા મળી રહી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ ગઇકાલે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી.
ગુજરાત ટાઇટન્સના સ્ટાર પ્લેયર રાશિદ ખાન પણ ગુજરાતી અંદાજમાં જોવા મળ્યા અને તેમણે ખુબ મસ્તી કરી. રાશિદ ખાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના દીકરા અગસ્ત્યને તેડીને નાચી રહ્યા છે.
રાશિદ ખાન આ દરમિયાન બૉલીવુડ ફિલ્મ લવયાત્રીના ગુજરાતી ગીત પર ડાન્સ કરતા દેખાઇ રહ્યા છે અને ખુબ મસ્તી કરી રહ્યા છે. રાશિદ ખાનનો આ વીડિયો હાર્દિકની પત્ની નતાશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ગુજરાત ટાઇટન્સની આખી ટીમે ગુજરાતના સ્થાપના દિવસનો સ્પેશિયલ જશ્ન મનાવ્યો. ટીમના ખેલાડિઓએ ટ્રેડિશનલ લુકમાં પોતાનો ફોટો અને વીડિયો શેર કર્યો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ પોતાના પરિવાર સાથે તસવીરો શેર કરી છે.
જણાવી દઇએ કે, ગુજરાત ટાઇટન્સની ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ગુજરાતે આ સીઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાંથી 8માં જીત અને એકમાં હાર મળી છે. ગુજરાતના 16 પોઇન્ટ છે, તેવામાં એક જીત મળતા જ ટીમની પ્લેઑફમાં જગ્યા પાક્કી થઇ જશે.
જો રાશિદ ખાનની વાત કરીએ તો તેમણે ટીમ માટે અત્યાર 9 મેચમાં 9 વિકેટ લીધી છે, સાથે જ બેટિંગ કરતા પણ ટીમને એક મેચ જીતાડી છે અને હીરો બન્યા છે. રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન છે.