gujarat lok sabha election result hardik patel alpesh thakor jignes mewani
પરિણામ /
ગુજરાતમાં મોદીની સુનામીમાં આ ત્રિપુટી તણાઈ ગઈ, એકેયનો જાદુ ન ચાલ્યો
Team VTV10:23 PM, 23 May 19
| Updated: 11:43 PM, 23 May 19
બહુગાજેલી અને બહુચર્ચાયેલી લોકસભા ચૂંટણીના ફાઈનલી પરિણામો આવી ગયા. ગુજરાતની વાત કરીએ તો લોકસભાની 26માંથી 26 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી છે. પરંતુ આ પરિણામો જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે, ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસનું નામું નંખાયું છે. અહીં કોંગ્રેસની વહારે આવેલા જીજ્ઞેશ કે અલ્પેશનો પણ જાદુ ચાલ્યો નથી, બસ ચાલ્યો તો માત્ર મોદી જાદુ જ ચાલ્યો છે.
આ જોતાં તો એવું જ લાગે કે ભાજપે જે અપેક્ષા રાખી હતી તે પ્રમાણે કોંગ્રેસ ફરી ખાતું ખોલાવવામાં અસક્ષમ રહી છે. બીજી તરફ કોંગ્રેસે અપેક્ષા રાખી હતી કે, આ ચૂંટણીમાં તેને ત્રણથી પાંચ બેઠક મળશે તે અપેક્ષા ઠગારી નિવડી છે.
કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી હતી. જે 2012ના પરિણામોની તુલનામાં 16 બેઠક વધુ હતી. આ પરિણામોએ કોંગ્રેસમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. કોંગ્રેસી નેતાઓ ઉપરાંત લોકોને પણ લાગતું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કાઠું તો કાઢશે અને થોડીક બેઠકો તો જીતશે જ. 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોના આધારે મૂલવીએ તો તે સમયે કોંગ્રેસ કમસે કમ આઠ લોકસભા બેઠકો પર જીત મેળવશે તેવું લાગતું હતું. આજે જે પરિણામો જોવા મળ્યા તેના પરથી એ વાત પુરવાર થઈ ગઈ કે કોંગ્રેસ 2017ના વિધાનસભા ચૂંટણીના ફેવરેબલ પરિણામોને લોકસભા ચૂંટણીમાં રૂપાંતરિત કરી શકી નથી.
કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો પરંતુ...
આટલુ ઓછું હોય તેમ ઠીક લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશે બળવો કર્યો, જિજ્ઞેશ યૂપી જતો રહ્યો અને હાર્દિક ચાલ્યો નહીં. રાહુલ ગાંધીને એવો વિશ્વાસ હતો કે, 2017માં જે કમાલ કોંગ્રેસના ગુજરાત એકમે કરી દેખાડ્યો તેનું આ વખતે પુનરાવર્તન થશે. તે સમયે અલ્પેશ ઠાકોરે પક્ષમાં જોડાઈને અને જિજ્ઞેશ મેવાણી તથા હાર્દિક પટેલે બહારથી કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો. પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી. અલ્પેશે ચૂંટણી પહેલાં જ પોતાને મનપસંદ હોદ્દા માટે બ્લેકમેઈલિંગ શરૂ કરી દીધું હતું. પાર્ટી નેતાગીરી ઝૂકી નહીં તો તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો.
કોંગ્રસને ફરી બેઠા થવાનો મોટો પડકાર
જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને લાભ થાય તે રીતે દલિત વિસ્તારોમાં પ્રચાર કરવાને બદલે ઉત્તરપ્રદેશમાં કનૈયાકુમારના ચૂંટણી પ્રચારમાં જતો રહ્યો. જ્યારે હાર્દિકના છેલ્લી ઘડીએ પાર્ટીમાં જોડાવાનો પણ કોંગ્રેસને કોઈ દેખીતો ફાયદો થયો નહીં. એટલું જ નહીં જ્ઞાતિવાદ-પાણીની, સમસ્યા-ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પણ રાજ્યમાં ચાલ્યા નહીં કોંગ્રસને સતત બીજીવાર સંપૂર્ણ હારનો સામનો કરવો પડ્યો ત્યારે હેવ કોંગ્રસને ફરી બેઠા થવાનો મોટો પડકાર મળ્યો છે.
કોંગ્રસ માટે 2017 કરતાં આ વખતે સ્થિતિ અલગ હતી. અલ્પેશે ચૂંટણી પહેલા મનપસંદ હોદ્દા માટે બ્લેકમેઈલિંગ શરૂ કરી દીધું હતું. નેતાગીરી ઝૂકી નહીં તો તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને મદદ થવામાં નિષ્ક્રીય રહ્યા છે. જિજ્ઞેશ ઉત્તરપ્રદેશમાં કનૈયાકુમારના ચૂંટણી પ્રચારમાં જતા રહ્યા હતા. હાર્દિક છેલ્લી ઘડીએ પાર્ટીમાં જોડાયો પણ કોંગ્રેસને કોઈ ફાયદો ન થયો.