ગુજરાત સરકારે વધુ 8 તાલુકાઓને કર્યા અછતગ્રસ્ત જાહેર, ખેડૂતોના ખાતામાં સીધા કરાશે ટ્રાન્સફર

By : admin 04:07 PM, 12 January 2019 | Updated : 04:07 PM, 12 January 2019
રાજકોટ: ગુજરાતમાં કચ્છના તમામ તાલુકા સહિત કુલ 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. જોકે હવે રાજ્યના અન્ય કેટલાક તાલુકાઓમાં અછત જાહેર કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. રાજકોટ જિલ્લાના 8 તાલુકાઓને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. અછતગ્રસ્ત તાલુકાઓના કુલ 1.60 હજાર ઇનપુટ સહાયનાં ફોર્મ આવ્યાં.

સરકારે રાજકોટના અછતગ્રસ્ત તાલુકાઓને કુષિ ઇનપુટ સહાય માટે રૂ.179 કરોડની ફાળવણી કરી છે. સહાયની રકમ જીલ્લા પંચાયત દ્વારા ખેડુતોનાં બેંક ખાતામાં ચુકવણી કરવાનું શરૂ કરવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં પડધરી તાલુકાનાં બાંધી ગામના 50 ખેડુતોના ખાતામાં સહાય ચુકવવામાં આવી.

જો કે આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજકોટના ચાર તાલુકા પડઘરી, ધોરાજી, ઉપલેટા અને જેતપુરને અછત ગ્રસ્ત જાહેર કરાયા હતા. ત્યારે હવે વધુ 8 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી હતી. રાજકોટ જિલ્લાના 90થી વધુ ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. Recent Story

Popular Story