અંધાધૂંધી / ભૂખને સરહદોનું સગપણ ક્યાં હોય : સરકાર પહેલાં વ્યવસ્થા કરે પછી જાહેરાત કરે, શ્રમિકો ફરી રઝળ્યાં

gujarat government mismanagement thousands of migrants stranded in different districts

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ રાજ્ય સરકાર પોતાના રાજ્યોના શ્રમિકોને પરત લાવવામાં લાગી છે. ત્યારે ગુજરાતમાં એક તરફ ફસાયેલા મજૂરોને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સંકલનના અભાવે સુરત, વડોદરા, પાવાગઢ, બનાસકાંઠા, અરવલ્લી-ખેડા સહિત બોર્ડર વિસ્તારમાં શ્રમિકો અટવાયા છે. આવામાં સરકારની અપૂરતી તૈયારી સ્પષ્ટ દેખાઈ રહી છે જેના પગલે ફરી એક વખત શ્રમિકોને રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ