બેદરકારી / આ શિક્ષકોને કોણ સમજાવશે કે લોકડાઉન છે? રાજકોટના પારડી ગામે પેપર આપવાં 100 બાળકોને સ્કુલે બોલાવાયા

Gujarat Coronavirus lockdown rajkot school student teacher principal

ગુજરાતમાં કોરોનાના કહેરને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લોકડાઉન 17 મે સુધી લંબાવી પણ દેવામાં આવ્યું છે. લોકડાઉન 3.0 માં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ થોડી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ શૈક્ષણિક કાર્યોથી લઇને સ્કૂલ-કોલેજ કોઇપણ ઝોનમાં બંધ રાખવાની તાકિદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યના રાજકોટ જિલ્લાના લોધિકાના પારડી ગામે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન હોવા છતાં ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો. જેમાં લોધિકાના પારડી ગામે પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ