બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat chief minister balwant rai maheta was shot dead by Pakistan

અમર બલિદાની / ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી અને તેમના પત્ની પણ યુદ્ધમાં થયા હતા શહીદ, પાકે કચ્છમાં તોડી પાડ્યું હતું હૅલિકૉપ્ટર

Parth

Last Updated: 02:00 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપિન રાવતની શહીદી પર આજે બળવંતરાય મહેતાને યાદ કરવા જ પડે કારણ કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાને તેમનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું અને તેમની સાથે તેમના પત્નીએ પણ જીવ ગુમાવ્યો હતો.

ભારતના રાષ્ટ્રરક્ષક અને સેનાનાં સર્વોચ્ચ વડા જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા અને ગઇકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આખો દેશ તેમની સેવા અને વીરતાને યાદ કરીને સલામ કરી રહ્યો છે, તેમના પરિવારના દુ:ખમાં દુ:ખી છે. ગુજરાતે પણ હેલિકોપ્ટર ક્રેશમાં મોટું નુકસાન ભોગવ્યું છે, રાજ્યના તત્કાલિકન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને ગુમાવ્યા.

યુદ્ધમાં શહીદ થનારા ભારતના એકમાત્ર મુખ્યમંત્રી 
ગુજરાત રાજ્ય બન્યું પછી જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતાને સત્તા સંભાળવાની જવાબદારી મળી. આજે પણ બળવંતરાય મહેતાને પંચાયતી રાજનાં પિતા ગણવામાં આવ્યા છે, તેમની પ્રેરણાથી જ આખા દેશમાં પંચાયતી રાજનો અમલ થયો હતો. બિપિન રાવતની શહીદી પર આજે બળવંતરાય મહેતાને યાદ કરવા જ પડે કારણ કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાને તેમનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું અને તેમની સાથે તેમના પત્નીએ પણ જીવ ગુમાવ્યો હતો. 

પાકિસ્તાની એરફોર્સે તોડી પાડ્યું હતું હેલિકોપ્ટર 
ભારત માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર બળવંતરાય મહેતા ભારતના એકમાત્ર મુખ્યમંત્રી છે. વર્ષ 1965માં 19મી સપ્ટેમ્બરે પાકિસ્તાની એરફોર્સે કચ્છના રણમાં ગુજરાતનાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું. Beechcraft નામક હેલિકોપ્ટરમાં સવાર તત્કાલીન મુખ્યમંત્રી મહેતા સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યો જેમા તેમના પત્ની સરોજબેન, ત્રણ સ્ટાફ મેમ્બર, એક પત્રકાર અને 2 ક્રૂ મેમ્બર સામેલ છે. 

શું હતી સમગ્ર ઘટના? 
બળવંતરાય મહેતા મીઠાપૂરથી કચ્છ બોર્ડર પર નિરીક્ષણ માટે નીકળ્યા અને હેલિકોપ્ટરની ઉડાન બાદ થોડીક જ મિનિટમાં એક પાકિસ્તાની ફાયટર પ્લેન ત્યાં આવી ચડ્યું. પાકિસ્તાની વિમાન ભારતની સીમામાં ઘુસી આવ્યું અને મુખ્યમંત્રીના હેલિકોપ્ટરની આસપાસ ઉડતું રહ્યું. 

પાકિસ્તાનનું ફાઇટર પ્લેન ઉડાવનાર હુસૈન તે સમયે 25 વર્ષનો હતો અને હેલિકોપ્ટર પર સીધા જ બે ફાયર કર્યા. મીઠાપુરથી 100 કિલોમીટર દૂર સુથાળી ગામ પાસે હેલિકોપ્ટર હવામાં જ ફાટ્યું અને આગના ગોળાની જેમ જમીન પર પડ્યું. ઓલ ઈન્ડિયા રેડિયો પર સાંજે સાત વાગે આ દુ:ખદ ઘટનાના સમાચાર આખા દેશણે આપવામાં આવ્યા. 

પાકિસ્તાની સૈનિકનું માફીનામું 
આ ઘટનાના 46 વર્ષ બાદ પાકિસ્તાની ફાઇટર પાયલટ હુસૈને મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉડાવનાર ચીફ પાયલટની દીકરીને એક ઈમેલ કર્યો અને માફી માંગી. દીકરી ફરિદાએ પણ તે ફાઇટર પાયલટને માફી આપતો ઈમેલ કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ