Gujarat Budget 2023 Dwarka will get a new airport, rural roads will be widened at a cost of 600 crores, see what other provisions have been made
ગુજરાત બજેટ 2023 /
દ્વારકાને મળશે નવું એરપોર્ટ તો 600 કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો કરાશે પહોળા, જુઓ અન્ય કઇ-કઇ જોગવાઈઓ કરાઇ
Team VTV12:56 PM, 24 Feb 23
| Updated: 01:15 PM, 24 Feb 23
ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાતો કરી છે.
• ગુજરાતના નાણાકીય વર્ષ 2023-24 બજેટમાં દ્વારકામાં નવા એરપોર્ટના નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા વિશેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
• અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને ૩૩૫૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે ર૬૧૫ કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા ૧૭પ૦ કરોડની અંદાજત કિંમતના કામોને મંજૂરી મળેલ છે જે પૈકી ૧૧૮૫ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે ૬૦૦ કરોડની જોગવાઈ.
ખેડૂતોની ખુશહાલી માટે સરકાર કાર્યરત
• મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મુડીરોકણ વધે અને સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટે વિચારણા
• રાજ્યમાં ખાનગી મુડી રોકાણને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત કામ
• ધોલેરામાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ સ્થપાશે
• પ્રવાસનના કારણે આદિજાતિ અને અંતરિયા ગામના લોકોને રોજગારી મળી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, ધરોઈ ડેમ ક્ષેત્ર
ગીર અભ્યારણ્ય સોમનાથ, દ્વારકા સહિતના બીચને વિકસાવવા માટે 5 વર્ષમાં 8 હજાર કરોડનો ખર્ચ કરાશે
• દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવશે
• ગિફ્ટ સિટી સમગ્ર ભારતમાં આર્થિક નગરી બનવા જઈ રહી છે
• જનસામાન્યનું જીવન ઉંચુ લઈ જવા 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ કરાશે
પાણીના દરેક ટીંપાનો મહત્તમ ઉપયોગ કરવા ગુજરાતે નવતર પહેલ કરી હતી
• સુક્ષ્મસિંચાઈ યોજના કૃષિ માટે મૂળ મંત્ર બને તે માટે યોજનામાં માટે 4 ગણું વધુ ફંડ આપવામાં આવ્યું