તૈયારી / ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવતી કાલથી સૌરાષ્ટ્રની મુલાકાતે, પેટા ચૂંટણીનું ફુંકશે રણશિંગુ!

Gujarat BJP local president c r paitl visit saurashtra

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ હાલ રાજ્યમાં ચોમાસુ સક્રિય જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે આગામી પેટાચૂંટણીની તૈયારીઓને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવતી કાલ 19મીથી 4 દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત લઇ રહ્યાં છે. ત્યારે રાજ્યની આગામી વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઇને આ પ્રવાસ થઇ રહ્યો હોવાની અટકળો લગાવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ