બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / gujarat alert on tauktae cyclone

પૂર્વતૈયારી / 'તૌકતે' સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાના જિલ્લાઓમાં કરાઇ આ કાર્યવાહી

Parth

Last Updated: 11:25 AM, 14 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તંત્ર અલર્ટ થઈ ગયું છે.

  • કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ
  • દરિયાકાંઠે ત્રાટકી શકે છે 'તૌકતે' નામનું વાવાઝોડું
  • 18-19 મેએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં થંડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે 16મે એ ત્રાટકી શકે છે ત્યારે વાવાઝોડાનું નામ તૌકતે અપાયું છે. વાવાઝોડાની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. 18 અને 19 મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે દ્વારકા, જામનગર, ભાવનગરમાં અસર જોવા મળશે. રાજકોટ, કચ્છ અને માંડવિ સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ 16મીથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી

રાજ્ય પર તૌકતે વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અસર કરશે. જેને લઇ રાજકોટમાં માછીમારોને પરત ફરવા માટે આદેશ આપી દેવાયો છે. 16 મે આસપાસ દરિયામાં અસર જોવા મળશે જેના કારણે ત્યારે કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ અપાયો છે. સાથે જ રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જામનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો 

તૌકતે વાવાઝોડાને લઇ જામનગરમાં પણ એલર્ટ આપી દેવાયું છે તથા દરિયા કિનારા આસપાસના વિસ્તારના લોકોને અલર્ટ કરી દેવાયા છે. સોમવારે વાવાઝોડું દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. જેને લઇ જામનગરમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જેનો હેલ્પલાઇન નંબર 101, 9099112101 શરૂ કરાયા છે. વાવાઝોડાને લઇ બેડી, નવા બંદર, સિક્કા અને રોજી બંદરે માછીમારોને સૂચના આપી દેવાઇ છે.

સંભવિત "તૌકતે" વાવાઝોડા સંદર્ભે ક્ચ્છનું તંત્ર એલર્ટ

વાવાઝોડાને લઈને કચ્છમાં પણ તંત્ર અલર્ટ થઈ ગયું છે જેને લઈને કાંઠા વિસ્તારના 123 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. 

રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા જારી કરાઇ સૂચના

અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા સૂચના જારી કરાઇ છે. પીપાવાવ અને જાફરાબાદ પોર્ટ ઓફિસરને પણ સૂચના અપાઇ છે. માછીમારોના બોટ એસોસિએશનને પણ આ અંગે સૂચના આપી દેવાઇ છે. અને કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

સ્થળાંતર અંગે તૈયાર કરાયો પ્લાન

ગીર સોમનાથ ના મામલતદાર ટીડીઓ ચીફોફિસર સ્ટેન્ડબાય કરાયા છે. આ સિવાય એસટી વિભાગ, પાણી-પુરવઠા તથા વીજ વિભાગના અધિકારીઓને પણ સંકલનમાં રહીને કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વાવાઝોડામાં સમુદ્ર કિનારે લાંગરેલી બોટ તૂટવાનો ખતરો છે તથા કેસર કેરી પક્વતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat tauktae cyclone તૌકતે વાવાઝોડું Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ