બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GSEB set paper gujarati subject aske gandhji attempt suicide and liquor ban or not Gujarat
Gayatri
Last Updated: 01:51 PM, 13 October 2019
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા ગુજરાતી વિષના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ ધોરણ 9 અને 12ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં પેપર સેટરે સેટ કર્યા હતા જેમાં બે વિવાદાસ્પદ પ્રશ્નો અને પત્રલેખન પૂછાતા હોબાળો થઈ ગયુ છે. શિક્ષણવિભાગે તો એમ કહીને પલ્લુ ઝાટકી લીધો છે કે, પેપર તો ખાનગી પેપરસેટર પાસે સેટ કરાવવામાં આવે છે. શિક્ષણવિભાગ એ કહીને પલ્લુ ઝાટકી રહ્યુ છે કે, પેપર તો ખાનગી પેપરસેટરે સેટ કર્યા છે
શું છે ઘટના
ધોરણ 9 ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? આ પ્રશ્ન કેમ પૂછાયો? રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા થઈ હતી તે સર્વવિદિત હકીકત છે તો આવો પ્રશ્ન પૂછીને શિક્ષણ વિભાગ કયુ બ્રહ્મજ્ઞાન પ્રદર્શિત કરી રહે છે તે તો તે જ જાણે. આ પ્રશ્નના પેપરમાં ચાર માર્ક્સ રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ધોરણ 12માં પૂછ્યુ કે પોલીસ વડાને દારૂ઼ડિયાના ત્રાસની અરજી લખો
ધોરણ 12ની પરીક્ષામાં દારુડિયાઓના ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી લખવાની હતી. આવું પત્રલેખન કેમ લખવાનું ભાઈ? શું શિક્ષણવિભાગમાં પેપર સેટરને એ ખબર નથી કે ગુજરાતમાં દારૂબંધી છે? હવે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ અંગે અરજી કેમ લખાય?
શિક્ષણવિભાગે ખાનગી પેપર સેટર ઉપર ઢોળ્યો દોષનો ટોપલો
આ અંગે શિક્ષણમંત્રીએ એમ કહીને સિફતથી હાથ સેરવી લીધો હતો કે, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ પ્રશ્નપત્રો સેટ નથી કરતુ એ તો ખાનગી પેપરસેટર પાસેથી કરાવવામાં આવે છે. આ મામલે શિક્ષણવિભાગ નિર્દોષ કહેવાય? જ્યારે શિક્ષણવિભાગમાં જ આટલી ઉંચી જ્ઞાનસીમાઓ હોય ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી શું આશા રાખી શકાય?
ખાનગી પેપર સેટરનું નામ શોધવા તજવીજ
હાલ તો આ બ્લન્ડર સામે આવી જતા શિક્ષણવિભાગ દોડતુ થઈ ગયુ છે અને ખાનગી પેપર સેટરનું નામ શોધવા ધંધે લાગી ગયુ છે જેણે આ પેપર સેટ કર્યા છે અને તેમાં આવા પ્રશ્નો પૂછ્યા છે.
ગાંધીનગર DEOએ આપ્યા તપાસના આદેશ આપ્યા
પેપર તૈયાર કરનાર શિક્ષકોને નોટિસ આપવામાં આવી અને ખુલાસો માંગવામાં આવ્યો. પ્રશ્નપત્રોની કામગીરી સુફલામ શિક્ષણ સંકુલ દ્વારા કરાય છે 12મી ઓક્ટોબરે પરીક્ષા લેવાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.