Group clash akbarpur area khambhat anand st bus Route canceled
તોફાન /
ખંભાતમાં લગ્નપ્રસંગમાં જૂથ અથડામણ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ST રૂટ બંધ, ડેમુ ટ્રેન કેન્સલ
Team VTV08:32 PM, 23 Feb 20
| Updated: 06:58 PM, 24 Feb 20
આણંદના ખંભાતના અકબરપુરમાં લગ્નપ્રસંગ દરમિયાન વીડિયો ઉતારવા બાબતે કેટલાક અસામાજિક તત્વોએ મારામારી મારી કરી હતી. છેલ્લા એક મહિનામાં બીજી વખત જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઘર્ષણ બાદ સામ સામે પથ્થરમારો થયો હતો. 3 જેટલા મકાનોમાં આગચંપી કરવામાં આવી હતી. તો ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા 7થી 8 રાઉન્ડ ટિયરગેસના છેલ છોડ્યા હતા. ખંભાત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ
વાહનો સહિત દુકાનમાં ચાંપી આગ
ST બસોના રૂટ બંધ, ડેમુ ટ્રેનનો પણ રૂટ કેન્સલ કરાયો
ખંભાતના અકબરપુરામાં જૂથ અથડામણમાં તોફાની તત્વોએ દુકાનો અને વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. લગ્નપ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો. વીડિયો ઉતારવાની બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કેટલાક તત્વોએ 5થી વધુ દુકાનમાં તોડફોડ કરી હતી. અનેક વાહનોને પણ આગચંપી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સોએ દુકાનમાં લૂંટ પણ કરી હતી. જોકે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને લૂંટ કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ખંભાત જતી ST બસોના રૂટ બંધ કરાયા
આણંદ જિલ્લાના ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામલણ બાદ તોડફોડ અને આગચંપીની ઘટના કેટલાક વિસ્તારમાં બની હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ક્લેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
સાવચેતીના ભાગરૂપે ખંભાત જતી ST બસોના રૂટ બંધ કરાયા છે. ડેમુ ટ્રેનનો રૂટ પણ કેન્સલ કરાયો છે. હાલ ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી આજુબાજુના લોકોને પણ ખંભાત ન જવા સૂચના અપાઇ છે.