બ્રેકિંગ ન્યુઝ
VTV / Green fungus found in indore first case in india
Arohi
Last Updated: 04:24 PM, 16 June 2021
ADVERTISEMENT
કોરોનાની બીજી લહેરનો કહેર દેશમાં ઘટવાનો શરૂ થયો પરંતુ બ્લેક અને વ્હાઈટ ફંગસે કોહરામ મચાવી દીધો છે. હવે મધ્યપ્રદેશના ઈંદૌરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે. હકીકતે અહીં અરવિંદો હસ્પિટલમાં 34 વર્ષીય એક વ્યક્તિના ફેફસા અને સાઈનસમાં એસ્પરગિલસ ફંગસ મળી આવી છે. આ વ્યક્તિની સારવાર હવે મુંબઈમાં ચાલી રહી છે. ડોક્ટરોએ કહ્યું કે આ સંક્રમણ બ્લેક અને વ્હાઈટ બન્ને ફંગસથી ખૂબ ખતરનાક છે.
શું છે સમગ્ર મામલો?
જાણકારી અનુસાર ઈંદૌરના માણિક બાગ રોડ પર રહેનાર વિશાલ શ્રીધરને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. સાજા થયા બાદ તે ઘરે ગયા પરંતુ પોસ્ટ કોવિડ સારવારના લક્ષણો દેખાતે તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર સમયે તેમના ફેફસા અને સાયનસમાં એસ્પરગિલસ ફંગસ મળી, જેની ઓળખ ગ્રીન ફંગસના રૂપમાં થઈ. ડોક્ટરોએ જણાવ્યું કે વિશાલના ફેફસામાં 90 ટકા સંક્રમણ થઈ ગયું છે. જ્યાર બાદ તેમને ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ મોકલવામાં આવ્યા. હવે હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
શું છે એસ્પરગિલસ ફંગસ?
ડોક્ટરોએ જણાવ્યું કે એસ્પરગિલસ ફંગસને સામાન્ય ભાષામાં યેલો ફંગસ અને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે. જે ક્યારેક ક્યારેક બ્રાઉન ફંગસના રૂપમાં પણ જોવા મળે છે. હાલ ડોક્ટરોનું માનવું છે કે ગ્રીન ફંગસનો આ પહેલો મામલો છે જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ફંગસ લંગ્સને ખૂબ ઝડપથી સંક્રમિત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.