બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Govt has now fielded two officials for the Junior Clerk exam: On the other hand, the Home Minister also held a meeting.

ગાંધીનગર / જુનિયર કલાર્કની પરીક્ષા માટે સરકારે હવે બે અધિકારીઓને ઉતાર્યા મેદાને: બીજી તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ કરી બેઠક

Vishal Khamar

Last Updated: 03:37 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પારદર્શક બનાવવા માટે બન્ને સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. પંચાયત વિભાગને સાથે રાખી પરીક્ષા ઝડપી પૂર્ણ થાય તે અંગ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

  • જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર
  • પરીક્ષામાં LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના અનુભવનો લેવાશે લાભ 
  • પારદર્શક ભરતી પ્રક્રિયા માટે બન્ને સિનિયર IPS અધિકારીઓ સાથે કરવામાં આવી ચર્ચા

 ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો પરીક્ષાર્થીઓનાં ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે.  જુનિયર ક્લાર્કની પરીક્ષામાં LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના અનુભવનો લાભ લેવામાં આવશે. તેમજ PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયનાં અનુભવનો પણ લાભ લેવામાં આવશે. ત્યારે ભરતી પ્રક્રિયાના પારદર્શક બનાવવા બંનં સિનિય IPS અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. પંચાયત વિભાગને સાથે રાખીને પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય તે અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજીકા કચેરીયા પણ બેઠકમાં રહ્યા હાજર
પંચાયત સેવા પસંદગી મંડળના હોદ્દેદાર સાથે ગૃહરાજ્ય મંત્રીએ બેઠક કરી હતી. ત્યારે ભરતી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ સંદીપ કુમાર, સચિવ ભરત પરમાર સાથે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજીકા કચેરીયા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત એટીએસ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. પોલીસ તપાસ અને પરીક્ષાની નવી તારીખ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. 

સુરતનુ પણ પેપરલીક કનેક્શન!
સુરતનુ પણ પેપરલીક કનેક્શન નીકળ્યું છે. વડોદરામાંથી પકડાયેલ 2 શખ્સોમાંથી 1 સુરતનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. સુરતના ઇચ્છાપોર ગામમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં નરેશ મોહંતી રહે છે.નરેશ મોહંતી છેલ્લા ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી અને ત્રણ દિવસ પહેલા ફેમેલીને કોઈ કામ અર્થે જવ છુ કહીને નીકળ્યો હતો. નરેશ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટર પર કામ કરે છે.
આરોપીઓના નામ

  • પ્રદીપ કુમાર નાયક,ઓડીસા
  • મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,
  • કમલેશ કુમાર ચૌધરી,બિહાર
  • મોહમદ ફિરોજ, બિહાર
  • સવેશકુમાર સિંગ,બિહાર
  • મિન્ટુ રાય, બિહાર
  • મુકેશકુમાર,બિહાર
  • પ્રભાતકુમાર ,બિહાર
  • અનિકેત ભટ્ટ,બરોડા
  • ભાસ્કર ચૌધરી,બરોડા
  • કેતન બારોટ,અમદાવાદ
  • રાજ બારોટ, બરોડા
  • પ્રણય શર્મા,અમદાવાદ
  • હાર્દિક શર્મા,સાબરકાંઠા
  • નરેશ મોહંતી,સુરત

હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયુંઃગુજરાત ATS
ગુજરાત ATS જણાવ્યું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત ATSને ગઈકાલે પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી.  કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપી પાડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ