બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / government jobs aai recruitment 2020 airport authority of india 368 vacancy know salary and other details sarkari naukri
Last Updated: 10:04 AM, 21 January 2021
ADVERTISEMENT
કોરોનાકાળ દરમિયાન થયેલા લોકડાઉનમાં ઘણા બધા લોકોની નોકરીઓ જતી રહી છે. જેના કારણે ઘણા લોકો સરકારની નોકરીને સુરક્ષિત માની રહ્યા છે. ત્યારે સરકારી નોકરી મેળવવા માટે આ સુવર્ણ તક આવી છે. એએઆઈ દ્વારા અનેક પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં 1 લાખ 80 હજાર સુધીની સેલરી મેળવી શકવાની સુવર્ણ તક મળી રહી છે. ત્યારે જાણો તેના માટે કેટલી શૈક્ષણિક લાયકાત અને શુ પ્રોસેસ કરવાની જરુર છે. તેમજ કયા પોસ્ટ માટે કેટલી સેલરી મળશે. એ બધું જ જે તમે જાણવા માંગો છો.
શું છે સેલરી
ADVERTISEMENT
જે લોકો આ પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવશે તેમને મેનેજીરિયલ પોસ્ટ પર 60 હજારથી લઈને 1, 80, 000 રુપિયા અને જૂનિયર એક્ઝિક્યૂટીવ પોસ્ટ પર 40 હજારથી લઈને 1, 40, 000 રુપિયાની સેલરી આપવામાં આવશે.
પોસ્ટનું વિવરણ
મેનેજર (ફાયર સર્વિસિઝ) 11- પોસ્ટ
મેનેજર (ટેક્નિકલ) - 2 પોસ્ટ
જૂનિયર એક્ઝિક્યૂટીવ (એક ટ્રાફિક કન્ટ્રોલ) -264
જૂનિયર એક્ઝિક્યૂટીવ (એરપોર્ટ ઓપરેશન્સ) -83 પોસ્ટ
જૂનિયર એક્ઝિક્યૂટીવ (ટેક્નિકલ) -8 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આ માટે અરજી કરતા પહેલા નોટિફિકેશન વાંચો.
અરજી ફી
આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે ઉમેદવારે 1 હજાર રુપિયાની ફી ભરવાની રહેશે. ત્યારે એસસી, એસટી તથા મહિલા કેન્ડિડેટ્સને 170 રુપિયા જ્યારે જે ઉમેદવારને એક વર્ષની અપ્રેંટિગ ટ્રેનિગ કમ્પ્લીટ કરી રાખી છે. તેમને કોઈ ફી આપવાની રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.