Good news for multi purpose health worker recruitment candidates, MPHW exam result will be declared on Monday
BIG BREAKING /
મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતીના ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, MPHW પરીક્ષાનું પરિણામ સોમવારે થશે જાહેર
Team VTV11:12 PM, 10 Mar 23
| Updated: 11:15 PM, 10 Mar 23
થોડા સમય પહેલા MPHW ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષે ટ્વિટ કરીને જણાવ્યું કે પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે.
MPHW પરીક્ષાનું પરિણામ સોમવારે થશે જાહેર
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જાહેર કરશે પરિણામ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા થોડા સમય પહેલા MPHW પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને સોમવારે પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ત્યારે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોની પરીક્ષા લેવામાં આવી હતી.
MPHW અંગે તમામ યુનિવર્સિટી માંથી આજે માહિતી આવી ગઈ છે. ચકાસણી કરી સોમવારે પરિણામ બહાર પાડવામાં આવશે.
થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, સંભવીત તારીખ અંગે અગાઉ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી.
1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે