બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 12:49 PM, 23 July 2019
જો તમે ફ્લેટમાં રહો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે સરકાર તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેસિડેન્ટ વેલફેયર એસોસિએશનને 7500 રૂપિયાથી વધારેનું મેન્ટેનેન્સ આપવા પર ફ્લેટ માલિકોને હવે 18 ટકા જીએસટી આપવો પડશે. નાણામંત્રાલયનું કહેવું છે કે જો આ ફી 7500 રૂપિયાથી વધારે છે તો સમગ્ર રકમ પર જ જીએસટી લાગશે. તો બીજી બાજુ કોઇ વ્યક્તિના હાઉસિંગ સોસાયટી અથવા આવાસ પરિસરમાં બે અથવા વધારે ફ્લેટ છે તો 7500 રૂપિયાની સીમા પ્રતિ ફ્લેટના હિસાબથી હશે. જો સરળ શબ્દોમાં સમજીએ તો બે ફ્લેટના વ્યક્તિએ 15000 મેન્ટેનેન્સ આપે છે તો એને તમામ ફ્લેટના હિસાબથી કોઇ જીએસટી આપવો પડશે નહીં.
ADVERTISEMENT
નાણામંત્રાલયે સોમવારે જણાવ્યું કે મેન્ટેનેન્સ ફી પ્રતિ સભ્ય 7500 રૂપિયાથી વધારે હોવા પર પોતાના ફીલ્ડ કાર્યાલયો માટે સર્કુલર જારી કર્યું છે કે કેવી રીતે આરડબ્લ્યૂએ જીએસટનું કેલક્યુલેશન કરી શકે છે. નાણામંત્રાલયે સ્પષ્ટ કર્યું કે માસિક મેન્ટેનેન્સ ફી માં જીએસટીની છૂટ એવી સ્થિતિમાં મળશે જ્યારે એ પ્રતિ સભ્ય 7500 રૂપિયાથી ઓછી હોય.
નવા નિયમો અનુસાર જો પ્રતિ ફ્લેટ માસિક ફી 7500 રૂપિયાથી વધારે છે અને જીએસટી દ્વારા આરડબ્લ્યૂનો વર્ષનો વેપાર 20 વાખથી વધારે થાય છે તો આરડબ્લ્યૂએ પોતાના સભ્યોથી જીએસટીની વસૂલાત કરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.