બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Give grape juice to your family every day health tips

ફાયદાની વાત / તમારા પરિવારને રોજ આપો આ જ્યુસ: સુંદરતા તો વધશે જ, હાર્ટ-BPની ચિંતા થશે દૂર

Arohi

Last Updated: 04:12 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સાંજે ફળના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. આ એક સ્વસ્થ વિકલ્પ છે.

  • દ્રાક્ષ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક
  • હાર્ટના દર્દીઓ માટે પણ દ્રાક્ષનો રસ ફાયદાકારક
  • દ્રાક્ષમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે 

દ્રાક્ષ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે પણ દ્રાક્ષનો રસ ફાયદાકારક છે. દ્રાક્ષનો રસ પીવા માટેનો યોગ્ય સમય હોય છે. દ્રાક્ષના ઘણા આરોગ્ય લાભ હોવાનું જાણવા મળે છે. દ્રાક્ષમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે. તે વિટામિન અને ખનિજથી ભરપૂર છે. નાસ્તામાં ઘણા લોકોને ફળનો રસ પીવાનું ગમે છે. તમે સાંજે ફળના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. આ એક સ્વસ્થ વિકલ્પ છે. રૂક્ષ અને નિસ્તેજ શરીરને દ્રાક્ષ તેના સ્નિગ્ધગુણથી મૃદુ-કોમળ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

દ્રાક્ષમાંથી મળતાં ઉપયોગી તત્ત્વો
દ્રાક્ષનો રસ તમને હાઇડ્રેટેડ રાખે છે. તે ઘણી સમસ્યાઓ સામે લડવામાં પણ મદદ કરે છે, તેમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી તેમજ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફલેવોનોઈડ્સ દ્રાક્ષમાં જોવા મળતાં સૌથી શક્તિશાળી એ‌િન્ટઓક્સિડેન્ટ તત્ત્વો છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

તમે પણ જાણી લો, દરરોજ દ્રાક્ષનો રસ પીવાના થાય છે અનોખા ફાયદા
ત્વચાને દ્રાક્ષથી ફાયદો થાય છે

તમે ડિટોક્સ પીણાં તરીકે દ્રાક્ષનો રસ પી શકો છો. તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યા સામે લડવામાં મદદ કરી શકે છે. ચહેરા અને શરીર પરનો સોજો ઘટાડી શકે છે.

ઈમ્યુનિટી વધારશે
દ્રાક્ષના રસમાં એ‌ન્ટિ -ઓક્સિડેન્ટ, એ‌િન્ટ- વાઈરલ અને એ‌િન્ટ-બેક્ટેરિયલ ગુણ પણ છે. તે સામાન્ય શરદી, ખાંસી, ફલૂ અને તાવને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આરોગ્ય સમસ્યાઓના જોખમને રોકવામાં મદદ કરી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે લાભદાયી
દ્રાક્ષનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. દ્રાક્ષમાં પણ ફાઈબર ભરપૂર હોય છે, તેમાં પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

હૃદય માટે લાભદાયી
દ્રાક્ષના રસમાં હાજર એ‌િન્ટ-ઓક્સિડેન્ટ્સ તમને હૃદયની બીમારીથી બચાવવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષનો રસ તમારા કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક
અસ્થમાના દર્દીઓ માટે દ્રાક્ષના રસનું સેવન ફાયદાકારક છે, તેના સેવનથી અસ્થમા જેવી સમસ્યાઓની શક્યતા ઓછી થાય છે. તે તમારાં ફેફસાંમાં પાણીની કમી પૂરી કરે છે.

સૌંદર્ય વધારવા માટે છે રામબામ ઉપાય
દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન ઈ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, વાળને ખરતા અટકાવે છે. વાળ સફદે થતા અટકાવે છે. દ્રાક્ષ ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી સ્કિન સેલ્સને હેલ્ધી રાખે છે.

કબજિયાત દુર કરે
જો તમને ભૂખ ન લાગતી હોય અને તેના કારણે તમારું વજન વધી નથી રહ્યું, તો પછી તમે દ્રાક્ષના જ્યુસનું નિયમિત રીતે સેવન કરી શકો છો. તેનું સેવન કરવાથી તમારી વર્ષો જૂની કબજિયાતની સમસ્યા તો દૂર થાય જ છે, સાથે સાથે જોરદાર ભૂખ પણ લાગે છે. કબજિયાતની સમસ્યા વધવાથી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો ઘર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ