gautam adani and advocate karuna nandi included in time magazine list of 100 talented persons
ગર્વની વાત /
પ્રતિષ્ઠિત Time Magazine એ 100 પ્રતિભાશાળી લોકોની યાદી જાહેર કરી, ભારતમાંથી આ 2 લોકોના નામ આવ્યા
Team VTV12:52 PM, 24 May 22
| Updated: 12:54 PM, 24 May 22
ટાઈમ મેગેઝીને દિગ્ગજ બિઝનેસ મેન ગૌતમ અદાણી અને એડવોકેટ કરુણા નંદીને 2022ના 100 પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા છે.
પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીનમાં ભારતના આ બે વ્યક્તિના નામ
વિશ્વના પ્રતિભાશાળી 100 લોકોની યાદી જાહેર
આ લોકોના નામ પણ જોડાયા
ટાઈમ મેગેઝીને દિગ્ગજ બિઝનેસ મેન ગૌતમ અદાણી અને એડવોકેટ કરુણા નંદીને 2022ના 100 પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા છે. ટાઈમે ગૌતમ અદાણી વિશે લખ્યું છે કે, એક સમયે ક્ષેત્રીય સ્તરથી શરૂઆત કરનારા અદાણી આજે એરપોર્ટ, ખાનગી પોર્ટ, સૌર અને તાપીય ઊર્જા તથા ગ્રાહક વસ્તુઓના બિઝનેસ સાથે જોડાયેલ છે. સાથે જ ટાઈમ મેગેઝીને કહ્યું કે, અદાણી દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશના દિગ્ગજ બિઝનેસમેન છે. પણ તેઓ લોકોની નજરોથી દૂર રહે છે અને ચૂપચાપ પોતાનો બિઝનેસનું સામ્રાજ્ય આગળ વધારવા લાગ્યા છે.
મેગેઝીને કરુણા નંદીને મહિલા અધિકારોની ચેમ્પિયન ગણાવી છે. જે કોર્ટની અંદર અને બહાર પોતાનો અવાજને સશક્ત રીતે રજૂ કરે છે. સાથે જ નંદી વિશે કહ્યું કે, તે મહિલા અધિકારોની વાત કરે છે. જેમણે દુષ્કર્મ વિરોધી કાયદામાં સુધારના હિમાયતી અને કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન સાથે જોડાયેલ કેસો લડે છે.
આ યાદીમાં જો બાઈડેન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોદોદિમીર જેલેંસ્કી, ચીની રાષ્ટ્રપતિ શી ચિનપીંગ, યુરોપિયન કમિશનના પ્રેસિડેંટ ઉર્સલા વોન ડેર લેયન, પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ, એપલના સીઈઓ ટીમ કુક અને મીડિયા દિગ્ગજ ઓપ્રા વિન્ફ્રે સામેલ છે.
મનોરંજના ક્ષેત્રમાં ટાઈમે આ લોકોને સામેલ કર્યા
તેની સાથે જ ટાઈમ મેગેઝીને પોતાના 100 પ્રતિભાશાળી લોકોમાં મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલ ચેનિંગ ટૈટમ, પીટ ડેવિડસન, અમાંડા સેફ્રાઈડ, જેંડાયા, એડેલ, સિમૂ લિયૂ, મિલા કુનિસ, ઓપરા વિનફ્રે, અહમીર ક્વેસ્ટલોવ થામ્પસન, મૈરી જે બ્લિઝ, મિરાંડ લૈમ્બર્ટ, જાન બૈટિસ્ટ અને કીનૂ રીવ્સને પોતાની યાદીમાં જગ્યા આપી છે. આ ઉપારંત એથ્લીટ્સમાં નાથન ચેન, એલેક્સ માર્ગન, એલીન ગુ, કૈંડેર્સ પાર્કર, એલેક્સ માર્ગન, મેગન રૈપિનો અને બેકી સારબ્રુન તથા રાફેલ નડાલનું નામ સામેલ છે.