બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Gauahar Khan got angry after pregnancy news shares post on social media

બોલિવૂડ / થોડાં દિવસ પહેલાં જ પિતાને ગુમાવનાર ગૌહર ખાન પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા થતાં, એક્ટ્રેસ ગુસ્સે ભરાઈ, કહી નાંખી એવી વાત કે....

Noor

Last Updated: 10:16 AM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ પિતાને ગુમાવ્યા બાદ પોતે લગ્નના 3 મહિનામાં પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો પર ભડકી એક્ટ્રેસ ગૌહર ખાન. જાણો શું કહ્યું.

  • ગૌહર ખાનના પિતાનું 5 માર્ચે જ નિધન થયું છે 
  • પ્રેગ્નન્સીના સમાચાર પર ભડકી ગૌહર ખાન
  • થોડા સમય પહેલા જ ગૌહર અને ઝૈદ દરબારના લગ્ન થયા છે

ગૌહર ખાન હાલ તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાલમાં જતેના પિતાનું નિધન થયું છે. 5 માર્ચે તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા. જેના કારણે અત્યારે ગૌહર ઘણી જ અપસેટ છે. તેણે સોશિયલ મીડિયા પર પિતાની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જોકે, આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે ગૌહર ખાન લગ્નના ત્રણ મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે. ગૌહરે ડિસેમ્બર 2020માં જ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા અને હવે પ્રેગ્નેન્સીના સમાચાર પર તે ખૂબ ભડકી છે. 

તેણે હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સીના સમાચારોને ખોટાં ગણાવ્યા અને જે ન્યૂઝ પોર્ટલે તે પ્રેગ્નેન્ટ હોવાનો દાવો કર્યો હતો, તેને પ્રતિક્રિયા આપતા ગૌહરે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે આ પોર્ટલને ખૂબ ખરીખોટી સંભળાવી છે. 

ગૌહરે ટ્વિટ કરીને લખ્યું- તમારું મગજ ખરાબ છે અને ફેક્ટ્સ પણ. 12 વર્ષ નાનો હોવાની વાત જૂની થઈ પરંતુ કંઈપણ લખતા પહેલાં તમારા ફેક્ટ્સ ચેક કરી લો. મેં હમણાં જ મારા પિતાને ગુમાવ્યા છે, તેથી તમારા પાયાવિહોણા અહેવાલ અંગે થોડાં સંવેદનશીલ બનવું જોઈએ. હું ગર્ભવતી નથી. આભાર.

હકીકતમાં ગૌહરના પતિ ઝૈદે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, 'કન્ફર્મ છે કે અમારી સાથે એક નવું સભ્ય જોડાયુ છે. તેમની પ્રતિક્રિયાથી શું લાગી રહ્યું છે? કોણ હોઈ શકે, કોમેન્ટમાં મને કહો.. ઝૈદે એટલું પૂછ્યું તો ફેન્સે ખૂબ કોમેન્ટ કરવા લાગ્યા. મોટાભાગના લોકોએ કહ્યું કે ગૌહર ખાન ગર્ભવતી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ