બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gathia uses actor Vivek Oberoi's photo to 'lime' partner, take salary of one lakh per month, now jail

તપાસ / એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો, દર મહિને એક લાખનો પગાર લીધો, હવે જેલ ભેગો

Vishal Khamar

Last Updated: 11:52 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઈમ બ્રાન્ચમાં બિલ્ડ હિમાંશુ પટેલ વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડરની ધરપકડ કરી છે. ત્યારે 39 લાખની છેતરપિંડી મામલે ફરિયાદ થઈ હતી. આરોપીએ એક્ટર સાથે ફોટો પડાવી લોકોને મૂર્ખ બનાવ્યા હતા.

  • ક્રાઈમ બ્રાન્ચમાં બિલ્ડર વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ
  • ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર હિમાંશુ પટેલની કરી ધરપકડ
  • 39 લાખની છેતરપિંડીની થઈ ફરિયાદ

રોયલ બીચ  સિટી  ધ ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ એક્ટર વિવેક ઓબેરોયના ફોટોગ્રાફ્સનો ઉપયોગ ગઠિયાએ પોતાના પ્રોજેક્ટ માટે કર્યો હોવાની ઘટના સામે આવી છે. રોયલ બીચ સિટી ધ ગોવાના ડાયરેક્ટરને ગ‌િઠયાએ પ૦૦ પ્લોટ વેચી દેવાનું કહીને લાખો રૂપિયાનું ચી‌ટિંગ આચર્યું છે.  ગઠિયાએ સીજીરોડ પર પોતાની ઓફિસ આપવાનું કહી દર મહિને કંપની પાસેથી પગાર પેટે એક લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. ગઠીયાએ ઓફિસનો દસ્તાવેજ નહીં કરતાં અંતે પોલીસ ફરિયાદ થઇ છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે બિલ્ડર હિમાંશુ પટેલની ધરપકડ કરી છે.    
 વિશાલે હિમાંશુને દોઢ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ૧પ ટકાની ભાગીદારી આપવાનું કહ્યું
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પા‌રિજાત ફલેટમાં રહેતા વિશાલ સાવલિયાએ ક્રાઇમ બ્રાંચમાં હિમાંશુ મહેન્દ્રકુમાર પટેલ (રહે. અખબારનગર) વિરુદ્ધ ચી‌ટિંગની ફરિયાદ કરી છે.  વિશાલ સાવલિયા થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇમ સ્ક્વેર નામના બિલ્ડિંગમાં રઘુલીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિ‌મિટેડ નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને સાઇટ પ્રોજેક્ટનાં કામ કરે છે તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ કામ કરે છે. 

વિશાલે હિમાંશુને દોઢ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ૧પ ટકાની ભાગીદારી આપવાનું કહ્યું
છેલ્લાં દસ-બાર વર્ષથી વિશાલ અને તેમના ભાઇએ ભેગા મળીને ધોળકાના ગણેશપુરા નજીક રોયલ બીચ સિટી ધ ગોવા નામથી પ્લોટિંગ સ્કીમ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટમાં ફિલ્મ એક્ટર વિવેક ઓબેરોયને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખ્યા હતા. વર્ષ ર૦૧૧માં વિશાલની ઓળખ હિમાંશુ પટેલ સાથે હોટલ કોર્ટયાર્ડમાં થઇ હતી. હિમાંશુ પટેલે વિશાલને પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરવાની તૈયારી બતાવી હતી. હિમાંશુ પટેલે પ૦૦ પ્લોટ વેચી દેવાની તૈયારી બતાવીને ભાગીદાર બનવાની ઓફર આપી હતી. વિશાલે હિમાંશુને દોઢ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ૧પ ટકાની ભાગીદારી આપવાનું કહ્યું હતું. 
દર મહિને હિમાંશુ પટેલ એક લાખ રૂપિયા પગાર પેટે લેતો હતો
ત્રણ-ચાર મિટીંગ થઇ ત્યારે હિમાંશુ પટેલે તે પોતે એક પણ રૂપિયા નહીં કાઢે, પરંતુ સીજીરોડ પર આવેલી ૧.૪ કરોડની ઓફિસ આપવાનું કહ્યું હતું અને સાળા હર્ષ પટેલ ૭પ લાખ રૂપિયા આપશે તેમ જણાવ્યું હતું. આ સિવાય ઓફિસના કુલ ૭પ લાખ રૂપિયા ભાગીદારી પેટે અને બીજા વધેલા ર૯ લાખ રૂપિયા પગાર અને હપ્તા પેટે લેવાનું કહ્યું હતું.  દર મહિને હિમાંશુ પટેલ એક લાખ રૂપિયા પગાર પેટે લેતો હતો અને ૪૦૦ પ્લોટ વેચી આપવાનું કહીને ભાગીદારી પણ લીધી હતી. 
ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી હિમાંશુ પટેલની ધરપકડ કરી
વિશાલને ખબર પડી કે વિવેક ઓબેરોયના નામનો ઉપયોગ કરીને હિમાંશુ પોતાના પ્રોજેક્ટનું પણ માર્કેટીંગ કરી રહ્યો છે.  હિમાંશુને હકીકત સામે આવતાં તેણે વિશાલ સાથેની ભાગીદારી છૂટી કરી દીધી હતી. આ સિવાય હિમાંશુ પટેલે ઓફિસના દસ્તાવેજ કરી નહીં આપતાં મામલો વધુ ગરમાયો હતો. હિમાંશુ પટેલે ૧પ લાખ રૂપિયામાં પ્લોટ વેચ્યાના રૂપિયા પોતે ચાંઉ કર્યા હતા અને તેના બદલામાં ખેરાલુ ખાતે ઓફિસ આપવાનું નક્કી કર્યું હતું.  ખેરાલુ ખાતે ઓફિસ નહીં આપતાં વિશાલને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપતાં અંતે તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કરી બિલ્ડર હિમાંશુ પટેલની કરી ધરપકડ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ