ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar cm bhupendra patel big announcement
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે.
રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ગંદા પાણીને ચોખ્ખું કરી તેનો યોગ્ય નિકાલ કરવા કે પુનઃઉપયોગમાં લેવાના હેતુથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું સરકારનું આયોજન છે. જે અંતર્ગત, આજે ૯ નગરપાલિકાઓમાં ૭૩.૯૮ MLD ક્ષમતાના આધુનિક પ્લાન્ટ સ્થાપવા રૂ.૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2022
ADVERTISEMENT
9 નગરપાલિકાના વિકાસકાર્યોને મળશે ગતિ
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે 9 નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
188 કરોડના કામને આપી મંજૂરી
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે 2022-23 માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. 188.12 કરોડના કામો મંજૂર કર્યા છે
કઈ નગરપાલિકાનો થાય છે સમાવેશ ?
ADVERTISEMENT
આ 9ગરપાલિકાઓમાં ગઢડા STP (6.3MLD, ક્ષમતા, રૂ. 23.29 કરોડ), કઠલાલ STP (4.5 MLD ક્ષમતા, રૂ. 14.02 કરોડ), મહુધા STP (4 MLD ક્ષમતા, રૂ. 10.00 કરોડ), પાટડી STP (3.4 MLD ક્ષમતા, રૂ. 9.68 કરોડ), સાવરકુંડલા STP (13.40 MLD ક્ષમતા, રૂ. 30.56 કરોડ), બાયડ STP (5.07 MLD તથા ૦.31 MLD ક્ષમતા, રૂ. 13.17 કરોડ), સિદ્ધપુર STP (13.50 MLD ક્ષમતા, રૂ. 48.31 કરોડ), સોજીત્રા STP (2.5 MLD ક્ષમતા, રૂ. 10.61 કરોડ) અને વલ્લભ વિદ્યાનગર STP (21 MLD ક્ષમતા, રૂ. 28.48 કરોડ)નો સમાવેશ થાય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP ની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. તદઅનુસાર, નગરપાલિકાઓમાં કુલ 1497 MLD ક્ષમતાના રૂ. 1850 કરોડના 161 STP ના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી 57 નગરપાલિકાઓમાં 720 MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે. સાથે જ જે 9 ગરપાલિકામાં STP કામોને મંજૂરી આપી છે ત્યાં STP દ્વારા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવી પર્યાવરણમાં નિકાલ કરવા અથવા તો ખેતી/ઉદ્યોગોમાં વપરાશ કરવા પુરતો પ્રયાસ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT