સ્પોર્ટ્સ / કાલથી ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટની વાપસીઃ  માત્ર ૫૦૦ દર્શકોની હાજરીમાં મૅચ રમાશે

from tomorrow cricket will resume in australia

કોરોના મહામારીને કારણે રમતો ઠપ થયાના લગભગ બે મહિના બાદ ઓસ્ટ્રેલિયામાં સ્પર્ધાત્મક ક્રિકેટની વાપસી આવતી કાલથી ડાર્વિનમાં એક ટી-૨૦ ટૂ્ર્નામેન્ટ સાથે થશે. CDU ટોપ એન્ડ ટી-૨૦ રાઉન્ડ, રોબિન ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ૧૫ ટીમ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ તા.૬થી ૮ જૂન દરમિયાન રમાશે. આમ ત્રણ દિવસમાં કુલ ૧૫ મેચ રમાશે. આ દરમિયાન માત્ર ૫૦૦ પ્રેક્ષકોને મેદાનમાં આવવાની મંજૂરી મળશે, કારણ કે ડાર્વિનમાં ૨૧ મે બાદથી કોરોનાનો કોઈ પોઝિટિવ સામે આવ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ