બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / fresh rules for babus to declare assets under lokpal law yet to be notified dopt

નવા નિયમો / હવે સરકારી બાબુઓએ પણ કરવો પડશે સંપત્તિનો ખુલાસો, લોકપાલ કાયદા હેઠળ ટુંક સમયમાં જ નિયમ લાવી રહી છે સરકાર

MayurN

Last Updated: 08:45 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપાલ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંપત્તિ અને જવાબદારીઓની વિગતો ફાઇલ કરવા સંબંધિત નવા નિયમો વહેલી તકે આવશે

  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બનશે નવા નિયમો 
  • સંપત્તિ અને જવાબદારીઓની વિગતો ફાઇલ કરવાનો બનશે કાનુન
  • સરકાર આ સંબંધમાં નવા ફોર્મેટ અને નવા નિયમોને વહેલી તકે લાવશે

લોકપાલ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંપત્તિ અને જવાબદારીઓની વિગતો ફાઇલ કરવા સંબંધિત નવા નિયમો હજી સુધી સૂચિત કરવામાં આવ્યા નથી. આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા આપવામાં આવી છે. વિવિધ સેવા નિયમો હેઠળ, કર્મચારીઓ તેમની સંપત્તિ અને જવાબદારીઓ જાહેર કરે છે અને લોકપાલ એક્ટ હેઠળ, તેઓએ આ વિગતો પણ જાહેર કરવાની રહેશે. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ સૂચિત નિયમો અનુસાર, દરેક જાહેર સેવક માટે કલમ 44 હેઠળ દર વર્ષે 31 માર્ચ સુધીમાં અથવા 31 જુલાઈ પહેલાં તેની સંપત્તિની વિગતો દાખલ કરવી ફરજિયાત છે.

નવા નિયમો લાવશે સરકાર
2014 માં આ માહિતી ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી. અનેક વખત ડેડલાઇનને આગળ વધાર્યા બાદ ડીઓપીટીએ 1 ડિસેમ્બર, 2016ના રોજ સમયમર્યાદા અનિશ્ચિત સમય માટે લંબાવી હતી અને કહ્યું હતું કે સરકાર આ સંબંધમાં નવા ફોર્મેટ અને નવા નિયમોને આખરી ઓપ આપી રહી છે.

6 વર્ષ બાદ પણ નથી બન્યા નિયમો 
6 વર્ષ બાદ પણ સરકારે નવા નિયમોને નોટિફાઇ નથી કર્યા. ડીઓપીટીએ એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે, "લોકપાલ અધિનિયમની કલમ 44 ની સુધારેલી જોગવાઈઓ અનુસાર, ફોર્મ સૂચવવા અને ઘોષણા દાખલ કરવાની રીત માટેના નવા નિયમોને હજી સુધી સૂચિત કરવાના બાકી છે."

હાલ જાહેર સેવકોએ સંપતિની જાણકારી દેવી મરજિયાત
ડીઓપીટીના 2016 ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાહેર સેવકોએ "હમણાં" સંપત્તિ અને જવાબદારીઓની ઘોષણાઓ ફાઇલ કરવાની જરૂર નથી. આ આદેશ મુજબ હવેથી તમામ જાહેર સેવકોએ નવા નિયમો હેઠળ ડિક્લેરેશન ફાઇલ કરવાનું રહેશે.

8 સભ્યોની ટીમમાં બે સભ્યોની જગ્યા બે વર્ષથી ખાલી
કાયદો પસાર થયાના છ વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યો હતો અને ન્યાયાધીશ પિપાનીચંદ્ર ઘોષને માર્ચ 2019 માં તેના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ઘોસનો કાર્યકાળ મે 2022માં પૂરો થયો હતો. આ કારણે લોકપાલ લગભગ ચાર મહિનાથી પોતાના નિયમિત પ્રમુખ વગર કામ કરી રહ્યું છે. હાલ લોકપાલમાં છ સભ્યો છે, જ્યારે મંજૂર થયેલી સંખ્યા આઠ છે. ન્યાયિક સભ્યોની બે જગ્યાઓ લગભગ બે વર્ષથી ખાલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ