ગુજરાતમાં વાવાઝોડાએ પોતાનો રૂટ બદલાવ્યો છે ત્યારે હવે દ. ગુજરાત અને મધ્ય ગુજરાત 'મહા' ચક્રવાતનો કહેર વરસશે. ગુજરાતમાં ચાર બંદરોને હાઈએલર્ટ આપવામાં આવ્યા છે. એમાંય જાફરાબાદના દરિયાથી 500 મજૂરોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
છેલ્લા બે દિવસથી દેશભરમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લોન કૌભાંડ કેસમાં CBIએ ગુજરાતમાં પણ દરોડા પાડ્યા છે. અમદાવાદ, ભાવનગર, સેલવાસ અને સુરતમાં CBIના અધિકારીઓએ દરોડા પાડ્યા.