ઇસ્તાંબુલમાં તુર્કીનું સૈનિક હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, ચાર સૈનિકના મોત

By : admin 10:25 AM, 12 February 2019 | Updated : 10:25 AM, 12 February 2019
તુર્કીના ઇસ્તાંબુલમાં એક સૈનિક હેલિકોપ્ટર એક રહેણાંક વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. આ દૂર્ઘટનામાં ચાર સૈનિકોના મોત નિપજ્યાં છે. ઇસ્તાંબુલના પ્રાંતીય ગર્વનર અલી યેરલીકયાના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર દૂર્ઘટનામાં દૂર્ભાગ્યથી ચાર સૈનિક શહીદ થયા છે.

ગર્વનરના કહેવા અનુસાર હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થવાથી અન્ય કોઇ સૈનિક અથવા બીજુ કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. પ્રાંતીય ગર્વનર અલીએ જણાવ્યું કે ઇસ્તાંબુલની લોક અભિયોજક દ્વારા હેલિકોપ્ટરના દૂર્ઘટનાગ્રસ્ત થવાના કારણની જાણકારી મેળવવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં પણ સેનાનું એક હેલિકોપ્ટર ઇસ્તાંબુલના અન્ય એક રહેણાંક વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું જેમાં તુર્કીના ચાર સૈનિકોના મોત નિપજ્યાં હતા.Recent Story

Popular Story